12 રાશિ માંથી 4 રાશિ સૌથી ભાગ્યશાળી રાશિ છે. જેમાં શનિ અને મંગળ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તમારી રાશિ વાંચો

0

જુઓ તમારી રાશિ તો નથીને…?? બાર રાશિમાં થી ૪ રાશિ ,શનિ અને મંગળ પર સૌથી પ્રભાવિત રાશિ છે.

મેષ રાશિ:-

મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. આ રાશિના લોકોમાં ખૂબ જ શક્તિ હોય છે. મેષ રાશિવાળા લોકો ખૂબ જ જિદ્દી હોય છે. એટલા માટે મેષ રાશિવાળા લોકો જે વિચારે છે તે કરીને જ રહે છે. ગમે તે મુશ્કેલ કામ હોય તે કરીને જ રહે છે. તેમજ આ રાશિવાળા લોકો કંઇપણ કામ કરે છે તે ખુબજ ઈમાનદારીથી કરે છે. આ રાશિવાળા લોકો માં છળ-કપટની ભાવના હોતી નથી. આ રાશિવાળા ખૂબ જ ભાગ્યશાળી હોય છે ઓછી મહેનતે પણ તેમને ઘણો બધો મળી જાય છે.

મકર રાશિ:-

આ રાશિનો સ્વામી શનિ છે મકર રાશિ પણ ખૂબ જ ભાગ્યશાળી છે. મકર રાશિવાળા લોકોને થોડા સમય પછી બધું મળતું હોય છે. તે લોકો જે ચાહે છે તેમને મળીને જ રહે છે. શનિદેવની આં ખુબી છે તે મકર રાશિવાળાને ધીરે-ધીરે થોડા સમય પછી આપે છે. પરંતુ જે આપે છે ખૂબ જ સારું આપે છે મકર રાશિવાળા લોકો ખુબજ તાકાતવાર હોય છે. પરંતુ તે લોકો પોતાની તાકાત નો ઉપયોગ ક્યારેય નથી કરતા. મકર રાશિવાળા લોકો ખૂબ જ ધૈર્યવાન હોય છે.

વૃશ્ચિક રાશી:-

આ રાશિ મંગળથી પ્રભાવિત રાશિ છે. આ રાશિવાળા લોકો પોતાના મનના ભાવોને એટલી આસાનીથી છુપાયેલા છે કે તમે ક્યારે પણ વિચાર્યું નહીં હોય. આ રાશિવાળા લોકો જીવનમાં ખુશીઓ હાંસલ કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. અને તેમને દરેક પ્રકારની ખુશી પ્રાપ્ત થાય છે. વૃશ્ચિક રાશિવાળા લોકોને ને બધી જ વસ્તુ આસાનીથી અને ઝડપથી મળી જાય છે. તે લોકો કોઈપણ ખરાબ હાલતમાં હોય તે લોકો આસાનીથી તેમાંથી બહાર આવી જાય છે.

કુંભ રાશી:-

કુંભ રાશિનો સ્વામી શનિ હોય છે. તે લોકોને બધાથી અલગ દેખાવુ ખૂબ જ પસંદ છે. રાશિવાળા લોકોને જીવનમાં અલગ અલગ પ્રયોગ કરવાની આદત હોય છે. કુંભ રાશિવાળા લોકોને આઝાદી ખૂબ જ પસંદ છે. તેમજ તે લોકોને સ્વતંત્ર વિચારો અને સ્વતંત્ર રહેવું ખૂબ જ ગમતું હોય છે. આ લોકો થોડા ડરપોક પણ હોય છે. કુંભ રાશિવાળા લોકો શાંત અને સંવેદન સ્વભાવના હોય છે. કુંભ રાશિવાળા લોકોને પુરાના રીતિ-રિવાજ ગમતા નથી હોતા.

લેખન સંકલન : નિશા શાહ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.