10 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, તુલા રાશિના જાતકો ખાસ વાંચો .. …

0

1. મેષ – અ,લ,ઈ (Aries): વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): જો તમે તમારી જાતનું જ મહત્વ નહિ સમજો તો બીજા લોકો પણ તમને ઇગ્નોર જ કરશે. તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો. તમારા જુના મિત્રો અને પરિવારજનો તરફથી સપોર્ટ મળશે. આજથી કોઈ નવું કામ કરવું હોય તો શરુ કરી શકો છો, સફળતા તમને જરૂર મળશે. આજે સંતાનોને તમારી મદદની જરૂરત છે. લોકો સામે તમારી વાત યોગ્ય રીતે જાહેર કરો. નોકરી કરતા મિત્રોના કામમાં આજે વધારો થશે તો ચિઢાયા વગર તમારું કામ ઈમાનદારીથી કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer): આજે નાની નાની વાતો તમને પરેશાન કરી મુકશે તો કોઈપણ જાતના તાણ વગર દરેક લોકો સાથે વાત કરો. તમારી વાણી અને વર્તન પણ કાબુ રાખો, કોઈને દુઃખ થાય અને પછી પસ્તાવો કરવો એવું ના બને. આજે જે મળ્યું છે એનાથી ખુશ થાવ. દરેક વાતે કોઈની ભૂલ કાઢવી એવો સ્વભાવ બદલી નાખો. આજે માતા પિતા તરફથી તમને ધનલાભ થવાના યોગ છે. રોકાણ કવા માટેનો યોગ્ય સમય છે. જે પણ ફિલ્ડમાં પૈસા રોકો તો જે તે વિષયના અનુભવી પાસેથી સલાહ લેવાનું રાખજો.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

5. સિંહ – મ,ટ (Lio):આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજનો દિવસ નોકરી કરતા મિત્રો માટે સારો છે તમે પૂર્ણ કરેલા કામોની નોંધ લેવાશે બોસ તમારા વખાણ કરશે. તમારી સાથે કામ કરવાવાળા મિત્રો તમારી ઈર્ષા કરશે. તમને કામમાં જેણે મદદ કરી હોય તેનો આભાર માનવાનું ચૂકાય નહિ. કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે પરિવારજનો તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

7. તુલા – ર,ત (Libra):આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૬
શુભ રંગ : નારંગી

8. વૃષિક – ન,ય(Scorpio):જો તમને લોકોની વાતોમાં વચ્ચે બોલવાની કે પછી કોઈના ઝઘડામાં પડવાની આદત છે તો છોડી દેજો, ક્યાંક તમારી માટે અનેક મુસીબત ઉભી ના થાય તેની તકેદારી રાખજો. આજે તમને ચાહનાર વ્યક્તિ તમારી સમક્ષ આવશે, આજની સાંજ તમારા જીવનની યાદગાર સાંજ બની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો પણ સાથે કોઈ લાલ રંગમાં લપેટાયેલી ગીફ્ટ લઈને જજો. આજે પૈસા કમાવવા માટેની અનેક તક આવશે તો ભવિષ્યમાં તમને કેટલો ફાયદો થવાનો છે એ જોઇને પૈસાનું રોકાણ કરજો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગ્રે

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): ઘણા સમયથી અટકેલા પૈસા પરત મળશે. જયારે જયારે પૈસા તમારી પાસે આવે છે તો તમે તેને વધારાના અને ફાલતું કામમાં વ્યર્થ કરો છો આજે તમારે પૈસા ખર્ચ કરવા માટે વિચારવાનું છે. જો બચત કરવા માંગો છો પણ પૈસા ટકતા નથી તો મંદિરમાં ભગવાનના ફોટો પાછળ લાલ કપડામાં થોડા ચોખા બાંધીને મૂકી દેજો. સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. જે મિત્રો સંતાનપ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેમના જીવનમાં પણ ખુશીઓ આવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે કામનું ભારણ વધારે હશે, નોકરી કરતા મિત્રો માટે અને વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ વધારે મહેનત વાળો રહેશે. આજે જે મિત્રો કોઈ સાહસનું નવું કામ કરવા માંગે છે તો આજથી શરૂઆત કરી શકો છો. તમારી બહેન અને દિકરીઓને આજે પૈસા કે વસ્તુ ગીફ્ટ આપો તમારો આવનારો સમય સાનુકુળ થઇ જશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે તેઓ જે ફિલ્ડમાં જવા માંગે છે તેનો સાચો રસ્તો આજે તમને મળશે અનુભવી લોકોના સંપર્કમાં આવશો. આજની સાંજ તમને માથાનો દુખાવો રહેશે તો તમારા બાળકો સાથે સમય વિતાવો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces): લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે આવકના અનેક રસ્તાઓ તમારી સામે આવશે. જો નોકરી કરતા મિત્રો પોતાનું પ્રમોશન કરાવવા માંગે છે તો તેમણે તમારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ રાખવાના રહેશે. ઓફિસમાં કોઈને તમારા વ્યવહારથી દુખ પહોંચે નહિ તેની તકેદારી રાખવી.

૨. આ વર્ષે જેટલી કમાણી થશે તે પૈસાને સારા કામ માટે લગાવજો જો તમે કોઈ સટ્ટાકીય પ્રવૃતિમાં પૈસા રોકશો તો તમને વધુ નુકશાન થશે. આ વર્ષે કોઈપણ લલચાવનારી સ્કીમમાં પૈસા રોકતા પહેલા તે વિષયના જાણકાર અને ઉપરી અધિકારીની સલાહ લેવાનું રાખજો.

૩. પૈસા કમાવા માટે આ વર્ષ સારું સાબિત થશે લાંબી મુસાફરી તમને સારો ફાયદો અપાવશે. હા મુસાફરી દરમિયાન તમને થોડો થાક મહેસુસ થશે તો નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આ વર્ષે નવું સાધન લેવાના યોગ છે તો મહેનત કરો અને આગળ વધો.

૪. આ વર્ષમાં દિવાળીના સમયમાં પરિવારજનોને નાની નાની સરપ્રાઈઝ આપવાનું રાખજો. જો કોઈપણ સાથે મતભેદ કે મનભેદ થયો હોય તો સામે ચાલીને માફી માંગી લેવી.

૫. હવે પૈસા આવવાના છે વધારે તો ખર્ચ પણ વધારે થશે બરોબર ને? હા તો આજે વર્ષો જૂની તમારી ક્યાંક ફરવા જવાની એક ઈચ્છા જે બાકી છે એ પૂર્ણ થાય એવા યોગ પણ બની રહ્યા છે. જો ક્યાંક રોકાણ કરવા માટે કે પછી કોઈ ઘર કે મકાન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીની પણ મંજૂરી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો. એવું કરવાથી પરિવારજનો તો ખુશ થશે જ સાથે સાથે તમારો આર્થીક ફાયદો પણ થશે.

૬. આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

૭. આ વર્ષના અંતિમ સમયમાં તમને તમારા મિત્રો પરિવારજનો અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળતા રહેશે. તમારી દરેક ખુશીમાં દરેક મિત્રોને સામેલ કરજો. મિત્રો અને પરિવારજનોથી જ તમારું જીવન છે. બધાને સરખું મહત્વ આપો તમારાથી તેમનું મન અને હૃદય ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો.

આજનો વિચાર :

જયારે તમે કોઈનું ખોટું કરશો તો તમારે તમારી સાથે થવાનું છે એ ખોટું સહન કરવું પડશે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here