મનોરંજન

સુશાંતના નિધન પર બોલી ઝરીન ખાન, પોતાની કિંમત બતાવવા માટે વ્યક્તિને મરવું શા માટે પડે છે?

બૉલીવુડ અદાકારા ઝરિન ખાને સુશાંત સિંહના નિધન પર એક મોટો સવાલ ઉભો કરી દીધો છે. તેણે કહ્યું કે જીવિત લોકોની પ્રશંસા શા માટે નથી કરવામાં આવતી. ઝરીન ખાને સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને લાંબી પોસ્ટ લખી છે અને સુશાંતના નિધન પર શૌક વ્યક્ત કરતા ઘણા સવાલો પૂછ્યા છે.

Image Source

ઝરીન ખાને પોતાની એક તસ્વીર શેર કરી છે જેમાં તે સમુદ્રના કિનારે બેઠેલી દેખાઈ રહી છે. તસ્વીર સાથે તેણે લખ્યું કે, મારા મગજમાં હાલના સમયે આટલા બધા ‘શા માટે(WHY)’ કેમ છે?  શા માટે દુનિયાને આવડત દેખાડવા માટે વ્યક્તિએ મરવું પડે છે? શા માટે મર્યા પછી જેટલી પ્રશંસા કરવામાં આવે છે, એટલી જીવિત રહેતા નથી કરવામાં આવતી? શા માટે જીવિત વ્યક્તિની પરવાહ નથી કરવામાં આવતી અને મર્યા પછી તેના પર વિચારો કરવામાં આવે છે? શા માટે એક જિનિયસની ઓળખાણ માનસિક સ્વરૂપે બીમારીના રૂપે કરવામાં આવે છે?

ઝરીન ખાને આગળ લખ્યું કે,”સોશિયલ મીડિયા આજે તમારી ખુશી અને દુઃખની ઓળખ કરનારું માધ્યમ રહી ગયું છે. દુનિયા શા માટે આટલી ક્રૂર થઇ જાય છે, શું કોઈ વ્યક્તિની મૃત્યુ માત્ર એક ટીઆરપી બનીને રહી ગઈ છે! શા માટે, શા માટે આખરે શા માટે!”

Image Source

આ પુરી પોસ્ટ વાંચ્યા પછી એજ મનમાં થાય છે કે ઝરીન ખાન જેવા સિતારાઓ આવા દમદાર અભિનેતાના નિધનથી કેટલા દુઃખી છે.

સુશાંતના નિધન પછી કંગના રનૌત, પાયલ રોહતગી, સોનુ નિગમ, રવીના ટંડન, સુષ્મિતા સેન, મનોજ મૂતિંશર જેવા સિતારાઓએ નેપોટિઝમ પર નિશાનો સાધ્યો છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.