પત્ની ધનાશ્રી માટે કુલી બનીને સામાન ઉઠાવતો જોવા મળ્યો પતિ ચહલ, શિખર ધવને વીડિયો શેર કરીને ખેંચી ટાંગ, જુઓ મજેદાર ક્ષણ

પોતે એક નાનું બેગ અને પતિ ચહલને ભારેખમ 3-3 બેગો લઈને ચલાવી રહી હતી પત્ની ધનાશ્રી વર્મા, શિખર ધવને વીડિયો શેર કરતા જ કોમેન્ટમાં બોલાઇ ધબધબાટી, જુઓ વીડિયો

સેલેબ્સની લાઇફ એકદમ હટકે હોય છે, તે જ્યાં પણ જાય ત્યાં છવાઈ જાય. એ ભલે કોઈ અભિનેતા કે કલાકાર હોય કે પછી ક્રિકેટર કે અન્ય કોઈ. તેમના જીવન પર મોટાભાગના લોકો નજર રાખતા હોય છે, ખાસ કરીને તેમના ચાહકો. સેલેબ્સનો પરિવાર પણ ઘણીવાર ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે એવું જ એક સતત ચર્ચામાં રહેતું કપલ છે ભારતીય ટીમના સ્પિનર બોલર યુઝી ચહલ અને કોરિયોગ્રાફર-ડાન્સર ધનાશ્રી વર્મા.

હાલ ભારતીય ક્રિકેટ ટીમ એક દિવસીય શ્રેણી માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જેમાં ચહલ પણ ટીમનો ભાગ છે અને તેની સાથે તેની પત્ની ધનાશ્રી વર્મા પણ હાજર છે. આ દરમિયાન ટીમના કપ્તાન શિખર ધવને તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક મજેદાર વીડિયો શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. શિખર ધવન તેના સોશિયલ મીડિયા પર હંમેશા ફની વીડિયો શેર કરતો રહે છે અને કોઈની પણ સાથે મસ્તી મજાક કરે છે, ત્યારે હાલ તેણે ચહલ અને ધનાશ્રીનો પણ એક એવો જ વીડિયો બનાવ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુઝવેન્દ્ર ચહલ એક સાથે અનેક બેગ લઈને ચાલી રહ્યો છે. તેની પત્ની ધનાશ્રી વર્મા માત્ર એક ટ્રોલી બેગ લઈને ચાલે છે. ધવને વીડિયોની શરૂઆત કરીને કહ્યું, “યુઝીનું સત્ય ખુલ્લું! જુઓ, યુઝી અહીં કુલી તરીકે ઉભો છે. જુઓ કે એક વ્યક્તિ કેટલો સામાન લઈને ચાલે છે.” શિખર આટલું બોલતો હોય છે ત્યાં જ ધનાશ્રી પાછળથી ચાલીને આવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

ધવને તેને પૂછ્યું કે “તમે શું કહેવા માગો છો. આનો જવાબ આપતાં ધનાશ્રી કહે છે, “મારા પગમાં ખૂબ દુખાવો થાય છે, નહીંતર હું દુનિયાનો બધો ભાર ઉઠાવું છું.” ધવન ફરીથી ધનશ્રીને પૂછે છે કે અમારા નાના જીવ(ચહલ)નું શું થશે. આના પર ધનશ્રી કહે છે કે નાના આત્માને બળવાન થવા દો. આ પછી શિખર ધવન કહે છે કે ચહલ સારું કર્યું.” તમને જણાવી દઈએ કે એક શૂટિંગ દરમિયાન ધનાશ્રીને પગમાં ઇજા થઇ હતી અને તેની સર્જરી પણ કરવામાં આવી છે. વીડિયોની વાત કરીએ તો, આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને અલગ અલગ રિએક્શન પણ આપી રહ્યા છે.

Niraj Patel