દીકરી રાહાના જન્મ બાદ પહેલીવાર કેમેરામાં કેપ્ચર થઇ આલિયા, જીન્સ…લૂઝ ફિટેડ ટોપ…નો મેકઅપ લુકમાં લાગી ખૂબસુરત

નવી નવી બનેલી મમ્મી પહેલીવાર બહાર દેખાઈ, ચહેરા પર જોવા મળ્યો પોસ્ટ ડિલીવરી ગ્લો

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં ઘણી ચર્ચામાં બનેલી છે. આલિયાએ આ મહિને જ 6 નવેમ્બરના રોજ એક નાની પરીને જન્મ આપ્યો છે. તેણે રણબીર કપૂર સાથે તેના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યુ છે. કપલે તેમની લાડલીનું નામ રાહા કપૂર રાખ્યુ છે. દીકરીના જન્મ બાદ જ્યાં રણબીર કપૂરને ઘણીવાર સ્પોટ કરવામાં આવ્યો ત્યાં આલિયા માતા બન્યા બાદ પબ્લિકલી પ્લેસ પર સ્પોટ નહોતી થઇ. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ પણ તે મીડિયા સામે આવી નહોતી.

જો કે, દીકરીના જન્મ બાદ આલિયા પહેલીવાર પેપ્સ સામે આવી છે. તેને જૂહુવાળા ઘર પર સ્પોટ કરવામાં આવી હતી. તે તેની બહેન શાહીન ભટ્ટના જન્મદિવસને સેલિબ્રેટ કરવા પિયર પહોંચી હતી. પેપરાજીએ અહીં તેને કેમેરામાં કેદ કરી લીધી. જે બાદ ચાહકોની ખુશીનું ઠેકાણુ રહ્યુ નહોતુ. આલિયા આ દરમિયાન તેની માતા સોની રાઝદાન સાથે નજર આવી હતી. આ દરમિયાન તે કમ્ફર્ટેબલ જીન્સ અને લૂઝ ફિટેડ ટોપમાં સ્ટાઇલિશ લાગી રહી હતી. આલિયાનો લુક ઘણો જ સિંપલ અને નો મેકઅપ હતો, જેમાં તે ઘણી પ્રેમાળ લાગી રહી હતી.

ત્યાં સોની રાઝદાન બ્લેક મેક્સી ડ્રેસમાં નજર આવી હતી. આલિયાની તસવીરો સામે આવતા જ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરવા લાગી અને ચાહકો પણ આલિયાની તસવીરો જોઇ ખુશ થઇ ગયા હતા. જો કે, આ દરમિયાન તેની સાથે રાહા કે રણબીર નજર નહોતા આવી રહ્યા. એટલે કે તે તેની દીકરીની ડ્યુટીથી કેટલોક સમય નીકાળી બહેનના બર્થ ડે સેલિબ્રેશનમાં પહોંચી હતી. આલિયાએ પેપરાજીને પોઝ પણ આપ્યા હતા અને તે બાદ તે રવાના થઇ હતી.

શાહીનના બર્થ ડે પર આલિયાએ ખાસ પોસ્ટ શેર કરી હતી. તેણે બે તસવીરો શેર કરી ભરપૂર પ્રેમ લૂંટાવ્યો હતો. પહેલી તસવીરમાં શાહિન અને આલિયાએ એકબીજાનો હાથ પકડ્યો હતો અને બંને એકબીજા સાથે નાક લડાવી રહી હતી. બીજી તસવીરમાં આલિયા બહેનના ખોલામાં બેસી લાડ લડાવતી જોવા મી હતી. આ તસવીર શેર કરી આલિયાએ કેપ્શનમાં લખ્યુ હતુ- સૌથી સારા માણસને જન્મદિવસની શુભકામના, મારી સ્વીટી…મારી હસતી બહેન.

હું તને ઘણો પ્રેમ કરુ છું. કેટલા પણ મીઠા શબ્દો બોલુ તે બધા કમ છે. ઓકે બાય, એક કલાકમાં તને કોલ કરુ છું. આલિયાના વીડિયો પર એક યુઝરે લખ્યુ- વજન ઓછુ કરી લીધુ અને ચહેરા પર ગ્લો આવી ગયો…બહુ ખૂબસુરત. એકે લખ્યુ- ઘણા લાંબા સમય બાદ. ત્યાં અન્ય એકે લખ્યુ- ઘણુ સારુ લાગી રહ્યુ છે તમને લાંબા સમય બાદ જોઇ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina