‘સમજી જાઓ ગુજરાતીઓ હજી પણ ટાઇમ છે’ રવિન્દ્ર જાડેજાએ શેર કર્યો બાલ ઠાકરેનો વીડિયો, પીએમ મોદી વિશે કહ્યુ એવું કે…જુઓ

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન કરવા માટે મતદારો કતારોમાં દેખાવા લાગ્યા છે. આ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ કેટલાક ઉમેદવારો એવા છે કે જેઓ ટિકિટ મળ્યા બાદ પણ હેડલાઇન્સમાં રહ્યા છે. તેમાંથી એક છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા… જેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે.

પરંતુ મામલો વધુ રસપ્રદ છે કારણ કે રવિન્દ્ર જાડેજાના પિતા કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરી રહ્યા છે. જે ઘણી ચર્ચામાં રહે છે. ત્યાં મતદાન પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. બાલ ઠાકરેએ આમાં ગુજરાતીઓને ચેતવણી આપી હતી. જેમાં તેઓ કહી રહ્યા હતા કે નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત ગયુ. મતદાન શરૂ થવાના થોડા કલાકો પહેલા જ જાડેજાએ બાલ ઠાકરેનો આ જૂનો વીડિયો શેર કરી લખ્યુ

“હજી પણ સમય છે, સમજી જાઓ ગુજરાતીઓ. વીડિયોમાં બાલ ઠાકરે કહી રહ્યા છે કે ‘હું માત્ર એટલું કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત ગયુ’. ઉલ્લેખનીય છે કે, જાડેજાની બહેન નયનાબા કોંગ્રેસના ઉમેદવાર છે. જાડેજાના પિતા પણ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પહેલા જ રીવાબાએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમના પરિવારમાં કોઈ મતભેદ નથી, માત્ર વિચારધારાની વાત છે.

તમને જણાવી દઈએ કે, જામનગર ઉત્તર વિધાનસભા બેઠક હાલમાં ભાજપ પાસે છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા 2017માં અહીંથી ધારાસભ્ય હતા, પરંતુ આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને તક આપી છે. રીવાબા 2019ની લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.

Shah Jina