ખુબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેમનો જન્મ દિવસ, પત્ની રીવાબાએ જડ્ડુના મોઢા પર કેક લગાવીને…. જુઓ તસવીરો

સર રવિન્દ્ર જાડેજાના જન્મ દિવસની શાનદાર તસવીરો આવી સામે, પત્ની રીવાબા જાડેજા સાથે ઉજવ્યો જન્મદિવસ, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને આજે કોઈ ઓળખની જરૂર નથી. ભારતમાં જ નહિ દેશ વિદેશમાં જાડેજાએ પોતાની રમતથી એક આગવું નામ બનાવી લીધુ છે અને તેના કારણે તેના ચાહકો પણ દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેના જીવન વિશેની સતત અપડેટ મેળવતા રહે છે.

રવિન્દ્ર જાડેજા થોડા સમય પહેલા જ એક ઇજામાંથી પસાર થઇ રહ્યો હતો, તેની સર્જરી પણ થઇ અને હાલ તે એકદમ સ્વસ્થ થઇ ગયો છે. ત્યારે ચાહકોએ પણ તેના જલ્દી સ્વસ્થ થઈને ભારતીય ટીમમાં પરત ફરવા વિશેની પ્રાર્થના પણ કરી હતી. ૉહવે જલ્દી જ રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાન પર પોતાની રમત કૌશલ્ય બતાવતો જોવા મળશે.

ત્યારે આજે રવિન્દ્ર જાડેજાનો જન્મ દિવસ છે અને તેના આ જન્મ દિવસે સાથી ખેલાડીઓથી લઈને તેના ચાહકો તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. હાલ જાડેજા તેના પરિવાર સાથે છે ત્યારે તેમના પત્ની રીવાબા જાડેજાએ ખાસ અંદાજમાં જાડેજાનો જન્મ દિવસ મનાવ્યો હતો અને તેની તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

રીવાબાએ રવિન્દ્ર જાડેજાની ત્રણ તસવીરો તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં એક તસવીરમાં ટેબલ પર ત્રણ કેક રાખેલી જોઈ શકાય છે, જેમાં એક કેક પર જડ્ડુ તો બીજા પર હેપ્પી બર્થ ડે રેવડી અને ત્રીજી કેક પર સર જાડેજા લખેલુ જોઈ શકાય છે. આ કેક દેખાવમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

તો બીજી તસ્વીરમાં જાડેજા કેક કટ કરતો જોઈ શકાય છે આ દરમિયાન રવિન્દ્ર જાડેજા કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો છે અને બાજુમાં તેમના પત્ની રીવાબા તાળી વગાડીને અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં રીવાબા અને રવિન્દ્ર ખુબ જ ખુશ પણ જોવા મળી રહ્યા છે.

ત્રીજી તસવીરમાં જોઈ શકાય છે કે રવિન્દ્ર જાડેજાના ચહેરા પર કેકના થપેડા કરેલા છે. તેનો ચહેરો કેકથી આખો જ રંગાયેલો છે અને બાજુમાં જ પત્ની રીવાબા જાડ્ડુને ગુલાબનું ફૂલ આપતા જોવા મળી રહ્યા છે, ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે અને ચાહકો પણ તેમની આ તસવીરો પર ભરપૂર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

આ તસવીરો શેર કરવાની સાથે જ રીવાબાએ એક શાનદાર કેપ્શન પણ લખ્યું છે, તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “હું તમને ઘણા કારણોસર પ્રેમ કરું છું, અને આજે તમે મને કેક ખાવાનું બહાનું આપી રહ્યા છો, આથી જ તે ખરેખર સૌથી ઉપર છે. હેપી બર્થડે લવ @ravindra.jadeja તમે દુનિયાને લાયક છો!

Niraj Patel