જીતના ઉત્સાહમાં જોવા મળી આર્જેન્ટિનાની ટીમ તો ફ્રાન્સના ભાવુક થયેલા ખેલાડીઓને સાંત્વના આપતા જોવા મળ્યા રાષ્ટ્રપતિ મેક્રોન, જુઓ તસવીરો

એક તરફ જીતના ખુશીના આંસુ અને બીજી તરફ હારથી મળેલા દુઃખના આંસુ, જુઓ ફિફા વર્લ્ડ કપ ફાઇનલની ભાવુક કરી દેનારી તસવીરો

કતારમાં વર્લ્ડ કપ ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું. તે 36 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું છે. આર્જેન્ટિનાએ 1978 અને 1986 બાદ હવે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે. નિર્ધારિત 90 મિનિટ સુધી મેચ 2-2 થી બરોબર રહી જતાં મેચ વધારાના સમયમાં ગઈ હતી. ત્યાં લિયોનેલ મેસ્સીએ ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી આગળ કરી દીધું હતું, પરંતુ કાયલિયન એમબાપ્પેના મનમાં કંઈક બીજું હતું. તેણે 117મી મિનિટે ગોલ કરીને મેચને 3-3ની બરાબરી પર લાવી દીધી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ મેચ જીતી લીધી હતી.

એમ્બાપ્પે ફ્રાન્સ માટે સૌથી વધુ ગોલ કર્યા હતા, પરંતુ ટીમને જીત અપાવી શક્યો ન હતો અને મેચ સમાપ્ત થયા પછી, તે મેદાનમાં બેસી ગયો હતો, ત્યારબાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આવ્યા હતા અને એમ્બાપ્પેને સાંત્વના આપી હતી. ઈમેન્યુઅલ મેક્રોને મેચ બાદ કૈલીયન એમ્બાપ્પે માટે કહ્યું કે તે એક મહાન ખેલાડી છે. તે ખૂબ જ નાનો છે. તેની ઉંમર માત્ર 24 વર્ષની છે. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે.

આ મેચ જોવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ સ્ટેડિયમમાં હાજર હતા. હાર બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મેદાનમાં જઈને ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ખેલાડીઓને ગળે લગાવ્યા. ફ્રાન્સ ભલે મેચ જીતી શક્યું ન હોય, પરંતુ Kylian Embappéએ તેની ટીમ માટે ખૂબ જ પ્રભાવશાળી પ્રદર્શન રજૂ કરતાં 3 ગોલ કર્યા.

તો બીજી તરફ આર્જેન્ટિનાની ટીમ પણ જીત બાદ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી હતી. મેસી પણ ટેબલ પર ચઢીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ સાથે જ આખી ટીમ પણ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહી હતી. જેની ઘણી તસીવરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે. આ તસ્વીરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આર્જેન્ટિનાએ ફાઈનલ મેચની શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. લિયોનેલ મેસીએ પેનલ્ટીના આધારે પહેલો ગોલ કર્યો હતો. જ્યારે એન્જલ ડી મારિયાએ બીજો ગોલ કર્યો હતો, પરંતુ બીજા હાફમાં કાયલિયાન Mbappe કિલર સાબિત થયો હતો. તેણે માત્ર 97 સેકન્ડમાં બે ગોલ કરીને ફ્રાન્સને વાપસી અપાવી હતી. ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી.

પ્રથમ 15 મિનિટ ગોલ વિનાની રહી, પરંતુ મેસીએ પછીની 15 મિનિટમાં ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2ની લીડ અપાવી. ત્યાર બાદ Mbappeએ પેનલ્ટી વડે મેચ 3-3થી બરાબરી કરી હતી. ત્યારપછી મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ અને આર્જેન્ટિનાએ જીત મેળવી. આ સાથે ફૂટબોલમાં યુરોપનો જાદુ પણ 20 વર્ષ બાદ તૂટી ગયો છે. ટ્રોફી યુરોપની બહાર ગઈ.

આ પછી 36મી મિનિટે ફ્રેન્ચ ગોલકીપર હ્યુગો લોરિસ એન્જલ ડી મારિયા તરફ દોડ્યો, પરંતુ ડી મારિયાએ ગોલ તરફ શોટ કર્યો. બોલ સીધો નેટમાં ગયો અને સ્કોર આર્જેન્ટીનાની તરફેણમાં 2-0 થઈ ગયો. ગોલ કર્યા બાદ ડી મારિયા પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને રડી પડ્યો. ટીમના તમામ ખેલાડીઓએ તેને ગોલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ફ્રાન્સે વળતો હુમલો કર્યો. આ દરમિયાન આર્જેન્ટિનાના ડિફેન્ડર ઓટામેન્ડીએ બોલને ફટકાર્યો પરંતુ બોલ ફ્રાન્સના કોલો મુઆની પાસે પહોંચી ગયો. તે આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝની સામે હતો. માર્ટિનેઝે બહાર આવીને અકલ્પનીય રીતે શોટનો બચાવ કર્યો.

નિર્ધારિત 90 મિનિટની રમત દરમિયાન બંને ટીમો 2-2 થી બરાબરી પર હતી. આ પછી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી. આ દરમિયાન લિયોનેલ મેસીએ 108મી મિનિટે ગોલ કર્યો હતો. મેસ્સીએ મેચ દરમિયાન તેનો બીજો ગોલ કરીને આર્જેન્ટિનાની ટીમને 3-2ની લીડ અપાવી હતી. આ સમયે તમામ ચાહકોને લાગ્યું કે મેચ આર્જેન્ટિનાના કોર્ટમાં છે.

 

Niraj Patel