જીતની ખુશી તો જુઓ આર્જેન્ટિનામાં… ખચાખચ ભરેલા રોડ… કોઈ મોટા ઉત્સવ જેવો માહોલ… વીડિયોને જોઈને જ અભિભુત થઇ જશો, જુઓ

ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની જીત સાથે જ ઉછળી ઉઠ્યો આખો દેશ, ઠેર ઠેર મનાવ્યો ઉત્સવ, જુઓ વીડિયો

આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાયેલી મેચમાં આર્જેન્ટિનાના વિજય બાદ FIFA વર્લ્ડ કપ 2022ની સફર પણ સમાપ્ત થઈ ગઈ છે.  આ મેચે ફિફા વર્લ્ડ કપના સ્તર સાથે સંપૂર્ણ ન્યાય કર્યો હતો. બંને દેશો છેલ્લી ઘડી સુધી પોતાની જીત માટે લડતા રહ્યા. એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે અહીં કોઈ ટીમ હારી નથી પરંતુ એક જ ટીમ જીતી છે.

ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું. 1986 પછી આ દેશનું પ્રથમ અને એકંદરે ત્રીજું ટાઈટલ છે. આર્જેન્ટિનાના ઘણા શહેરોમાં જાહેર સ્થળોએ મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી જ્યાં લોકોએ ફાઈનલ મેચ જોઈ હતી. આર્જેન્ટિનાની જીતથી બધા જશ્નમાં ડૂબી ગયા.

આવા જ એક સ્થળે મેચનો આનંદ માણનાર 55 વર્ષીય જોસેફિના વિલાલ્બાએ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે અમે ખરેખર તેના લાયક હતા. ટીમે કઠિન પડકારનો સામનો કર્યો હતો પરંતુ સમય જતાં તેને પાર કરવામાં સફળ રહી હતી.” જેમ-જેમ મેચ આગળ વધી રહી હતી તેમ-તેમ લાગણીઓની ભરતી પણ વધી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

લોકો રડી રહ્યા હતા, તેમની આંખોમાં આંસુ હતા અને તેઓ એકબીજાને ભેટી રહ્યા હતા. બ્યુનોસ આયર્સના સાર્વજનિક સ્થળો પર મેચ જોઈ રહેલા લોકો આખી મેચ દરમિયાન કેપ્ટન લિયોનેલ મેસીના નામના નારા લગાવી રહ્યા હતા. મેસ્સીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર માનવામાં આવે છે પરંતુ તે હજુ સુધી વર્લ્ડ ચેમ્પિયન બની શક્યો ન હતો. તેણે પ્રથમ વખત વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી.

Niraj Patel