પોતાની ઉંમર કરતા નાના છોકરાઓ સાથે ફેક લગ્ન કરતી હતી આ મહિલા, સામે આવી હકિકત- જુઓ વીડિયો

ફેક ન્યુઝ એક્સપોઝ : 52 વર્ષની મહિલાએ 21 વર્ષના છોકરા સાથે કર્યા લગ્ન ? જાણો વાયરલ વીડિયોની હકિકત

હાલમાં કેટલાક દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક 52 વર્ષની મહિલાએ 21 વર્ષના છોકરા સાથે લગ્ન કર્યા. આ પછી આ કથિત લવ સ્ટોરી એટલી વાયરલ થઈ ગઈ કે લોકો તેને શેર કરવા લાગ્યા અને આ ઘટનાને સમાચારોમાં સ્થાન મળ્યું. પરંતુ આ પછી આ મહિલા વિશે જે માહિતી સામે આવી તે ચોંકાવનારી હતી. આ વીડિયોને પરેશ નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

જેમાં મહિલા પોતે કહી રહી હતી કે અમે બંને લગ્ન કર્યા બાદ ખુશ છીએ. હું મારા કરતાં તેના પર વધુ વિશ્વાસ કરું છું. કારણ કે મેં ત્રણ વર્ષ જોયા છે. છોકરાએ એમ કહ્યું હતુ કે, ‘પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, બસ દિલ જોવાય છે. જો વ્યક્તિ સારી છે તો બધું સારું છે. વીડિયો પોસ્ટ થતાની સાથે જ તે વાયરલ થઈ ગયો અને લોકો તેને વાસ્તવિક માનવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Paresh Sathaliya (@techparesh)

પરંતુ પછી જયારે ઇન્સ્ટાગ્રામ પર બીજા વીડિયો જોવાયા ત્યારે ખબર પડી કે આ મહિલા તો વારંવાર નકલી લગ્ન ગોઠવી રહી હતી. એક ફેક્ટ-ચેકિંગ વેબસાઇટે મહિલાનું જૂઠ પકડી પાડ્યુ. ફેક ચેકમાં એ માહિતી સામે આવી કે આ માત્ર વીડિયો વાયરલ કરવાના હેતુથી તેને બનાવવામાં આવ્યો હતો. ત્યાં આ જે ઇન્સ્ટા હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે પણ આ કૃત્યમાં સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Paresh Sathaliya (@techparesh)

આ વીડિયોમાં જે દુલ્હન બનેલી 52 વર્ષની મહિલા દેખાઇ રહી છે તેનો જ એક અલગ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો બીજો વીડિયો મળ્યો. આ વીડિયો તેના 2 દિવસ પહેલા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં 52 વર્ષની એક મહિલા 22 વર્ષના છોકરા સાથે લગ્ન કરવાનો દાવો કરી રહી હતી. વીડિયોમાં મહિલા અને છોકરાને એવું કહેતા સાંભળી શકાય છે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી.

 

View this post on Instagram

 

A post shared by Paresh Sathaliya (@techparesh)

સાથે જ તેના કેપ્શનમાં લખ્યું છે – લગ્ન કરી લીધા. આ જ ચેનલ પર બીજો એક વિડિયો મળ્યો, જેમાં બે છોકરીઓ કહી રહી છે કે તેઓ એક છોકરા સાથે લગ્ન કરવા તૈયાર છે અને આ છોકરો બીજો કોઇ નહિ પણ 21 વર્ષનો છોકરો હતો. ચેનલ પર તમામ વિડીયો તપાસતા ખબર પડી કે આ તમામ વાસ્તવિક નથી પરંતુ સ્ક્રિપ્ટેડ છે.

Shah Jina