Fact Check : મહિલા કર્મચારીએ કંગના રનૌતને માર્યો ગાલ પર એટલો જોરથી થપ્પડ કે સૂજી ગયો ગાલ…તસવીર થઇ વાયરલ

CISF મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરને ચંદીગઢ એરપોર્ટ પર કથિત રીતે થપ્પડ મારવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે પરંતુ હવે આ ઘટનાના સંદર્ભમાં એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં એક મહિલાના ચહેરા પર માનવ પંજાના નિશાન દેખાય છે, જાણે કોઈએ તેને થપ્પડ મારી હોય. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે થપ્પડ માર્યા બાદ લેવામાં આવેલ કંગના રનૌતના ચહેરાનો આ ફોટો છે.

આ ફોટો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે, સમાજની બહાદુર પુત્રીએ અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ મારી અને તેના ગાલ પર છાપ છોડી. #KanganaRanaut.” જો કે, ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ ફોટો કંગના રનૌતનો નથી, પરંતુ કોઈ અન્ય છોકરીનો છે. આ એક જૂની જાહેરખબર સાથે સંબંધિત છે, ફોટોને રિવર્સ સર્ચ કરવા પર તે coolmarketingthoughts.com નામની વેબસાઇટ પર મળી, જે મે 2006માં શેર કરવામાં આવી હતી.

આ તસવીરમાં મહિલાનો સંપૂર્ણ ચહેરો જોઈ શકાય છે. આ પછી ખબર પડે છે કે તે કંગના રનૌત નથી. આ વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલી તસ્વીર અને વાયરલ તસવીરની સરખામણી કરવા પર એ સ્પષ્ટ થઈ જાય છે કે બંને એક જ છે, આ તસવીરની સાથે એક સરખા ફિંગરપ્રિન્ટવાળા વધુ બે લોકોની તસવીરો પણ છે. આ તસવીર જાહેર ખબર સાથે સંબંધિત છે.

Shah Jina