‘ધ ટ્રાયલ’ વેબ સીરિઝમાં જોવા મળેલી અભિનેત્રી કાજોલની કો-સ્ટાર નૂર માલબિકા દાસના નિધનથી દરેક જણ આઘાતમાં છે. 6 જૂને અભિનેત્રીનો મૃતદેહ તેના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેની લાશ ખરાબ રીતે સડી ગઇ હતી. તપાસના આધારે પોલીસે તેને આત્મહત્યાનો મામલો જાહેર કર્યો છે.
આ દરમિયાન અભિનેત્રીના મૃત્યુ પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો વિવિધ કોમેન્ટ્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં નૂર માલબિકા દાસ સલૂનમાં બેસીને તેના વાળ મુંડાવતી જોવા મળી રહી છે. આ વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસના કાળા વાળ જોઈને હેરડ્રેસર તેને પૂછે છે કે કેટલા કાપવા છે અને એક્ટ્રેસ ઈશારો કરીને તેને સંપૂર્ણપણે કાઢી નાખવાનું કહે છે.
વીડિયોના કેપ્શનમાં નૂરે લખ્યું, ‘રક્ષક + પ્રેમી + આસ્તિક.’ આ વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને જાણવા માંગે છે કે તેણે માથું કેમ મુંડાવ્યું. જણાવી દઈએ કે, ‘ધ ટ્રાયલ’ વેબ સિરીઝની અભિનેત્રી લોખંડવાલામાં ભાડાના ફ્લેટમાં રહેતી હતી, જ્યાંથી તેની ડેડબોડી મળી આવી હતી.
View this post on Instagram