‘આજકાલ બાળકો ક્યાં પરમિશન લે છે…’ દીકરી સોનાક્ષી સિંહાના લગ્ન પર પિતા શત્રુઘ્ન સિંહાનું ચોંકાવનારુ નિવેદન

‘આજ કાલના બાળકો પૂછે છે ક્યાં, બસ આવીને કહે છે…’ ઝહીર ઇકબાલ સાથે સોનાક્ષીના લગ્ન પર પિતા શત્રુઘ્ન સિંહાનું નિવેદન

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આ દિવસોમાં ચર્ચામાં છે. 10 જૂને સમાચાર આવ્યા હતા કે સોનાક્ષી સિન્હા 23 જૂને તેના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાશે. તાજેતરમાં જ અભિનેત્રીએ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ’ શોમાં પણ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે સોનાક્ષી કે ઝહિરે આ અંગે ખુલીને કશું કહ્યું નથી. પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે 37 વર્ષની સોનાક્ષી દુલ્હન બનવા માટે તૈયાર છે જો કે અત્યાર સુધી સોનાક્ષી કે ઝહીર ઈકબાલ તરફથી લગ્નના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આવી નથી.

પરંતુ અભિનેતામાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિંહા એટલે કે સોનાક્ષીના પિતાએ લગ્નની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે આજકાલના બાળકો કંઈ પૂછતા નથી, માત્ર કહે છે. હાલમાં જ શત્રુઘ્ન સિંહા સાથે સોનાક્ષીના લગ્નના પ્રશ્ન પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે તેમને આ અંગે હજુ કંઈ ખબર નથી. તે અત્યારે દિલ્હીમાં છે. અભિનેતાએ પોતાની પ્રતિક્રિયા એવી રીતે આપી છે કે જાણે તેમને કંઈ ખબર જ ન હોય,

જ્યારે શત્રુઘ્ન સિન્હાને પુત્રી સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘હું અત્યારે દિલ્હીમાં છું. ચૂંટણીના પરિણામો પછી હું અહીં આવ્યો છું. મેં મારી દીકરીની યોજના વિશે કોઈને વાત કરી નથી. તો તમારો પ્રશ્ન છે, શું તે લગ્ન કરી રહી છે ? જવાબ એ છે કે તેણે મને આ વિશે કશું કહ્યું નથી. હું માત્ર મીડિયામાં જે વાંચું છું તે જ જાણું છું. તે જ્યારે પણ મારી સાથે આ અંગે વાત કરશે ત્યારે મારા આશીર્વાદ તેની સાથે હશે.

અમે ઈચ્છીએ છીએ કે તે હંમેશા ખુશ રહે. તે કોઈ ખોટો નિર્ણય નથી લેતી. તે પુખ્ત છે અને પોતાના નિર્ણયો લઈ શકે છે. જ્યારે પણ તે લગ્ન કરશે, હું તેના લગ્નની જાન સામે નાચીશ. મારી નજીકના લોકો મને પૂછે છે કે મને આ કથિત લગ્નની જાણ કેમ નથી, અને મીડિયાને તેની જાણ છે. આના પર હું એટલું જ કહેવા માંગીશ કે આજકાલના બાળકો તેમના માતા-પિતાને પૂછતા નથી, તેઓ માત્ર આવીને કહે છે. અમે કહેવાની રાહ જોઈ રહ્યા છીએ.

Shah Jina