વેડિંગ કાર્ડ થયુ લીક, ડેટ પણ થઇ કંફર્મ, સોનાક્ષી સિન્હા-ઝહીર ઇકબાલે લગ્નમાં મહેમાનો માટે રાખી આ શરત

બોલિવૂડમાં શહેનાઈ ગુંજવા જઈ રહી છે, શત્રુઘ્ન સિન્હાની દીકરી અને એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. સોનાક્ષી 23 જૂને તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલને પોતાનો જીવનસાથી બનાવશે. જો કે, હજુ સુધી કપલ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ બંનેના લગ્નનું એક ઓડિયો વેડિંગ ઇનવાઇટ સામે આવ્યું છે. જેમાં એક QR કોડ પણ છે. આમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનો સુંદર મેસેજ છે.

કપલના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર લીક થયા બાદ વાયરલ થઇ રહ્યુ છે, અને એ સ્પષ્ટ થઈ ગયું છે કે સોનાક્ષી-ઝહીર 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે. આ એક ઇંટીમેટ વેડિંગ હશે. જેમાં માત્ર પરિવાર અને કેટલાક ખાસ મિત્રો જ હાજર રહેશે. એક રિપોર્ટ અનુસાર સોનાક્ષી અને ઝહીરના લગ્નનો કાર્યક્રમ બે દિવસ સુધી ચાલશે. બંને રજિસ્ટર્ડ મેરેજ કરવા જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

લીક થયેલા વેડિંગ કાર્ડ અનુસાર, સોનાક્ષી અને ઝહીરના લગ્નનું સેલિબ્રેશન મુંબઈની રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં છે. અભિનેત્રીએ તેના લગ્નને સાદગીની નજીક રાખવાનો પ્રયાસ કર્યો છે. આથી તેણે લગ્નમાં આવનારા તમામ મહેમાનો માટે ડ્રેસ કોડ પણ રાખ્યો છે. લીક થયેલા કાર્ડ પર એવું પણ લખવામાં આવ્યું છે કે મહેમાનોએ ફેસ્ટિવ અને ફોર્મલ કપડામાં આવવાનું છે અને રેડ આઉટફિટની તેણે સ્પષ્ટ મનાઈ કરી છે.

આવી સ્થિતિમાં શક્ય છે કે સોનાક્ષી રેડ લહેંગો પહેરે, જેના કારણે તે મહેમાનોને લાલ પહેરવાની ના પાડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્નની પાર્ટીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થશે. જેમાં આયુષ શર્મા, હુમા કુરેશી, વરુણ શર્મા, તાહા શાહ, શર્મિન સહેગલ સહિત અનેક નામ સામેલ છે. લગ્નની પાર્ટી શિલ્પા શેટ્ટીના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં યોજાશે.કપલના ઓડિયો મેસેજની વાત કરીએ તો, બંને એકસાથે કહેતા સાંભળવા મળે છે, ‘અમારા બધા ટેલેન્ટેડ, ટેક સેવી અને જાસૂસ મિત્રો તેમજ પરિવારને, જે આ પેજ પર આવવામાં સફળ રહ્યા છે તેમને નમસ્તે.

ઝહીર આગળ કહે છે – અમે છેલ્લા સાત વર્ષથી સાથે છીએ, બધી ખુશીઓ, પ્રેમ, હાસ્ય અને ઘણી રોમાંચક ક્ષણો અમને અહીં લાવ્યાં છે. તે ક્ષણ જ્યાં અમે હવે રૂમર્ડ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાંથી ઓફિશિયલ પતિ-પત્ની બનવા જઈ રહ્યા છીએ. ફાઇનલી આ ઉત્સવ તમારા વિના પૂર્ણ થઈ શકે નહીં.તો 23મી જૂને, તમે જે પણ કરી રહ્યા છો તેને છોડી દો અને અમારી સાથે પાર્ટી કરો. ટૂંક સમયમાં મળીશું.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina