બોલિવુડની આ ફેમસ સિંગરે બચાવ્યો 3 હજાર માસૂમોનો જીવ, દિલની બીમારી સામે ઝઝૂમી રહેલા બાળકોની કરાવી સર્જરી- આપી નવી જિંદગી
મનોરંજન જગતના ઘણા સ્ટાર્સ એવા છે જે અભિનય સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ રસ લે છે. જેમાં સોની સૂદ, સલમાન ખાન સહિત ઘણા કલાકારોના નામ સામેલ છે. ત્યારે હવે આ લિસ્ટમાં પ્રખ્યાત સિંગર પલક મુચ્છલ પણ સામેલ થઈ ગઈ છે. પલકને સામાજિક કાર્યોમાં ઘણો રસ છે અને ફંડ રેઝર દ્વારા તેણે 3000 હૃદય રોગથી પીડિત બાળકોની સારવાર કરાવી છે. પલકે આ માઈલસ્ટોન હાંસલ કરવા પર શ્રેણીબદ્ધ વીડિયો શેર કર્યા છે.
જણાવી દઇએ કે, પલકે હાલમાં જ એક બાળકની સર્જરી કરાવી છે જેનું નામ આલોક છે. આલોકની સર્જરી 11 જૂને થઈ હતી. આલોક ઈન્દોરનો રહેવાસી છે. વીડિયો શેર કરતા પલકએ લખ્યું, “3000 લોકોના જીવ બચાવ્યા. તમારી બધી પ્રાર્થનાઓ માટે આભાર. સર્જરી સફળ રહી અને હવે આલોક એકદમ ઠીક છે.” ‘કૌન તુજે’, ‘ઓ ખુદા’, ‘મેરી આશિકી’, ‘સનમ’ અને ‘એક મુલાકાત’ જેવા ગીતો માટે પ્રખ્યાત પ્લેબેક સિંગર પલક મુચ્છલને સામાજિક કાર્યોમાં ખૂબ રસ છે.
સિંગરે જ્યારે તે અઢી વર્ષની હતી ત્યારે ગાવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પલક અત્યાર સુધીમાં 3 હજાર બાળકોના જીવ બચાવી ચૂકી છે. આ એવા બાળકો છે જે હૃદયની બીમારીથી પીડિત છે. આલોક સાથે હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત ગરીબ બાળકોની સંખ્યા જેમને પલક મુચ્છલે મદદ કરી છે તે 3000 સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં સિંગરના ઉમદા કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટ અનુસાર પલક 7 વર્ષની ઉંમરથી બાળકોની સારવાર કરી રહી છે.
આ સામાજિક કાર્ય માટે પલકનું નામ ‘ગિનીસ બુક ઑફ રેકોર્ડ્સ’ અને ‘લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ’માં નોંધાયેલું છે. પોતાની જર્ની વિશે વાત કરતાં પલકે કહ્યું, “જ્યારે મેં આ મિશન શરૂ કર્યું ત્યારે હું માત્ર 7 વર્ષની હતી. તે એક નાની શરૂઆત હતી જે હવે ધીરે ધીરે મોટી થઈ રહી છે. હવે આ મારા જીવનનું સૌથી મોટું મિશન બની ગયુ છે. મારી પાસે હજુ પણ 413 બાળકો વેઇટિંગ લિસ્ટમાં છે. હું જે પણ કોન્સર્ટ કરુ છુ તેમાં આવેલ પૈસાથી આ બાળકોને મદદ કરુ છુ.
View this post on Instagram