700 રૂપિયાની નોકરીથી કેવી રીતે ‘તારક મહેતા’નો બાઘો બન્યો એક્ટર તન્મય વેકરિયા…જાણો સંઘર્ષની કહાની

વર્ષ 2008માં અસિત મોદી એક સિરિયલ લઈને આવ્યા જે કોમેડી પણ છે અને તેમાં ઘણા સામાજિક સંદેશા પણ આપવામાં આવે છે. આ શોનું નામ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’…આ શોના ઘણા કલાકારો એવા હતા જે આ શોથી દરેક ઘરમાં ઓળખાવા લાગ્યા. આ કલાકારોમાંથી જ એક છે તન્મય વેકરિયા… જે શોમાં ‘બાઘા’નો રોલ નિભાવી રહ્યો છે. આ શોમાં બાઘાનું પાત્ર એકદમ અલગ છે પરંતુ રિયલ લાઈફમાં તે બિલકુલ બાઘા જેવો નથી, આ વાત ખુદ અભિનેતાએ કહી છે.

તન્મય વેકરિયાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે, પરંતુ જે લોકપ્રિયતા તેને ‘તારક મહેતા’થી મળી તે બીજા કોઈ શોથી મળી નથી. તન્મય કહે છે કે જ્યારે પણ કોઈ તેને જુએ છે, ત્યારે તે તેને તેના અસલી નામ કરતાં બાઘા તરીકે વધારે ઓળખે છે, જે તેના માટે ગર્વની વાત છે. આજે આપણે તન્મય વેકરિયાના સંઘર્ષ વિશે કેટલીક ખાસ વાતો જાણીશું. તન્મય વેકરિયાનો જન્મ વર્ષ 1981માં ગુજરાતના સુરતમાં એક મધ્યમ વર્ગિય પરિવારમાં થયો હતો.

તન્મયનો એક નાનો ભાઈ છે જે CA તરીકે કામ કરી રહ્યો છે.તન્મય ગ્રેજ્યુએટ થયા બાદ થિયેટરમાં જોડાયો કારણ કે તે અભિનેતા બનવા માંગતો હતો. 30 વર્ષની ઉંમર સુધીમાં તન્મયના લગ્ન થઈ ગયા હતા અને તે એક પુત્રીનો પિતા પણ બની ગયો હતો. તન્મય વેકરીયાનો સંઘર્ષ ઘણો લાંબો હતો પરંતુ અંતે તેને સફળતા મળી. તે સારું કામ કરતો હતો પણ થિયેટરમાં કમાણી કરી શક્યો નહિ.

જ્યારે તેના પિતાએ તેને નોકરી માટે દબાણ કર્યું, ત્યારે તેણે તેના મામા સાથે નોકરી લીધી જેઓ સીએ હતા અને મુંબઈમાં રહેતા હતા.તન્મયને તેના મામા પાસેથી 700 રૂપિયાનો પગાર મળતો હતો અને તે તેના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતો નહોતો, તેમ છતાં તે તેની નોકરીની સાથે સાથે થિયેટર પણ કરતો હતો. શરૂઆતના દિવસોમાં તન્મયે દિલીપ જોશીના પ્લેમાં દિશા વાકાણી સાથે કામ કર્યું હતું.

ઘણા વર્ષોની મુશ્કેલી પછી તેને એક શો મળ્યો જેમાં તેણે સ્મૃતિ ઈરાનીના નાના ભાઈની ભૂમિકા ભજવી હતી. આ પછી તેને નાના-નાના રોલ મળતા, જેને કેમિયો કહેવાય છે. તન્મય વેકરિયાએ જણાવ્યું કે તેણે લગભગ 10 વર્ષ સુધી ધક્કા ખાધા અને મુશ્કેલીઓનો સામનો કર્યો.તે દરમિયાન તે ડિપ્રેશનમાં પણ જતો રહ્યો હતો. વર્ષ 2010માં તેને તારક મહેતાની ફિલ્મ ઉલ્ટા ચશ્મા મળી જેણે તેનું નસીબ બદલી નાખ્યું.

અભિનેતાએ કહ્યું કે તેણે તે ઓડિશન કોઈ પણ મન વગર આપ્યું હતું પરંતુ તે જાદુઈ ઝડી જેવું સાબિત થયું અને તે રાતોરાત સ્ટાર બની ગયો. ‘ઢૂંઢતે રહે જાઓગે’, ‘એફઆઈઆર’, ‘ભલે પધાર્યા’, ‘સમય ચક્ર’ અને ‘ઘર ઘર કી વાત’ જેવા ટીવી શો તેમજ ઘણી ગુજરાતી ટીવી સિરિયલો કરી ચૂકેલ તન્મય વેકરિયાને આજે લોકો તારક મહેતાના બાઘા તરીકે ઓળખે છે. તન્મયે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.

Shah Jina