પંજાબના પટિયાલાનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ લોકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એર કન્ડિશન્ડ એટીએમની અંદર સૂતા જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે યુઝરે લખ્યું કે, “આકરી ગરમીના કારણે લોકોને બેંકના ATM- # Patialaમાં આશ્રય લેવાની ફરજ પડી રહ્યા છે.”
આ વીડિયોએ લોકોનું ઓનલાઈન ધ્યાન ખેંચ્યું છે. વાયરલ વીડિયોમાં ત્રણ લોકો પોતાની આસપાસની દુનિયાથી સંપૂર્ણપણે હળવા અને બેધ્યાન રહેતા જોઈ શકાય છે. આ ઉપરાંત કમરમાં દારૂની બોટલ પણ જોવા મળી રહી છે. વીડિયો જોઇ કેટલાક લોકોનું માનવું છે કે તીવ્ર ગરમીના કારણે આ લોકો છાંયડો અને એસી શોધી રહ્યા હતા.
જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે એટીએમ જેવા કેટલાક જાહેર સ્થળોમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવો જોઈએ. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ ઘટનાની ટીકા કરતા જોવા મળી રહ્યા છે અને સુરક્ષા ગાર્ડની ગેરહાજરી પર સવાલો ઉઠાવી રહ્યા છે.
Scorching Heat Drives People to Seek Shelter in Bank ATM – #Patiala pic.twitter.com/7mFDUc8ZUZ
— Gagandeep Singh (@Gagan4344) June 11, 2024