આ ડોલી ચાયવાલાનો ભાઈ તો નથી ને ? ખાલી કલરની ડોલમાં સ્ટાઇલ્સ અંદાજમાં નાખ્યો સામાન અને બનાવી ભેલ, જુઓ
કેટલાક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટ્રીટ વેંડર દ્વારા રજનીકાંત-સ્ટાઇલ ઢોંસા બનાવવાનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે હાલમાં વધુ એક સ્ટ્રીટ વેંડરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. @original_food01 નામના હેન્ડલ પર શેર કરવામાં આવેલી રીલમાં એક સ્ટ્રીટ વેંડર ખાલી પેઇન્ટ બકેટમાં વિવિધ વસ્તુઓ નાખતો જોઇ શકાય છે.
જો કે તેના બનાવવાની રીત કરતા વધુ ધ્યાન સફાઇની કમીએ આકર્ષિત કર્યું છે. તમામ વસ્તુઓ પ્લાસ્ટિકની થેલીઓમાં રાખવામાં આવી છે જે તેના ફૂડ સ્ટોલની ત્રણ બાજુએ મૂકવામાં આવી છે. એકવાર સૂકી વસ્તુ ઉમેરાયા પછી તે વિચિત્ર રીતે મિશ્રણમાં થોડું પાણી જેવું લાગે તેવું કંઈક ઉમેરે છે અને તમામને સારી રીતે મિક્સ કરે છે.
વાયરલ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “ડોલી વે સ્ટાઈલ સેલિબ્રિટી ઝાલમુરી વાલા”… આ વીડિયોને અત્યાર સુધીમાં 14 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકોને નાગપુરના વાયરલ સેન્સેશન ડોલી ચાયવાલાની યાદ આવી ગઇ. કેટલાક લોકોએ મજાકમાં કહ્યું કે આ વિક્રેતા ડોલી ચાયવાલાનું બીજું રૂપ છે..
View this post on Instagram