સિગારેટ સળગાવવાની આ રીત જેણે પણ જોઇ તે રહી ગયા હેરાન ! વારંવાર લોકો જોઇ રહ્યા છે વીડિયો- 20 કરોડથી પણ વધુ વ્યુઝ
સોશિયલ મીડિયા પર ઘણીવાર બાઇક સ્ટંટના વીડિયો વાયરલ થતા રહે છે, જેમાંથી ઘણા ખતરનાક પણ હોય છે. આ દિવસોમાં આવો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જો કે આ વખતે બાઇક પર કોઈ સ્ટંટ કરવામાં આવી રહ્યો નથી પરંતુ તેનાથી વિપરીત એક વ્યક્તિ બાઇક ચલાવતી વખતે સિગારેટ સળગાવી રહ્યો છે.
હવે તમે પણ એ વિચારતા હશો કે બાઇક ચલાવતી વખતે સિગારેટ કેવી રીતે સળગાવી શકાય. પરંતુ એક વ્યક્તિએ એવું કર્યું કે જોઇને બધા આશ્ચર્યમાં મૂકાઇ ગયા. આ છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ એટલો વાયરલ થઇ ગયો કે વ્યૂઝ 20 કરોડને પાર કરી ગયા. સોશિયલ મીડિયા જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળે છે કે એક છોકરો પહેલા બાઇકની પેટ્રોલ ટાંકીમાં હાથ નાખે છે, જેના કારણે તેના હાથ પર પેટ્રોલ આવી જાય છે.
આ પછી અન્ય વ્યક્તિ બાઇક સ્ટાર્ટ કરે છે, પણ તેનો સ્પાર્ક પ્લગ હટાવી દે છે. જેના કારણે બાઇક સ્ટાર્ટ થતા જ તેમાં સ્પાર્ક નીકળે છે. આ પછી જે વ્યક્તિના હાથમાં પેટ્રોલ છે, તે એક સ્પાર્ક સાથે તેના હાથ પર પેટ્રોલને આગ લગાડે છે. વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિના આ ખતરનાક સ્ટંટ પછી તેની આંગળીમાં આગ લાગી જાય છે.
વ્યક્તિ તેના હાથનો ઉપયોગ લાઇટરની જેમ કરે છે અને સિગારેટ સળગાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એટલો શેર કરવામાં આવી રહ્યો છે કે તેના વ્યૂઝ 20 કરોડને પાર કરી ગયા છે. આ સિવાય તેને લગભગ 1 કરોડ જેટલા લોકો દ્વારા તો શેર કરવામાં આવ્યો છે અને આ સંખ્યા સતત વધી રહી છે.
View this post on Instagram
[નોંધ: આ ખુબ જ જોખમી છે આગ પણ લાગી શકે છે, આવી ટ્રાય ક્યારેય કરવી નહિ, અમે આમને પ્રોત્સાહન આપતા નથી]