આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની પહેલી ફિલ્મ ‘મહારાજ’ 14 જૂને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ ડેટ પર 18 જૂન 2024 સુધી સ્ટે મૂકી દીધો છે. જણાવી દઈએ કે ફિલ્મને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર હેશટેગ બોયકોટ ‘મહારાજ’ અને હેશટેગ બોયકોટ નેટફ્લિક્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે. અહેવાલ મુજબ, ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે કેસની સુનાવણી કરતા કહ્યું- ‘આજે કેટલાક ભક્તો અને પુષ્ટિમાર્ગી પંથના ફોલોઅર્સે ગુજરાત હાઇકોર્ટની લાંબી સુનાવણી પછી SCA/8772/24 દ્વારા ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો.
કોર્ટે બ્રોડકાસ્ટિંગ ઓથોરિટી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને ફિલ્મ ‘મહારાજ’ના નિર્માતા યશરાજ ફિલ્મ, OTT નેટફ્લિક્સને નોટિસ ફટકારી છે અને ફિલ્મ પર હાઈકોર્ટે 18/6 સુધી OTT અને મીડિયા પ્રસારણની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે.’ ગુજરાત હાઈકોર્ટના આદેશથી સ્પષ્ટ છે કે ફિલ્મ 18 જૂન સુધી રિલીઝ નહીં થાય. આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. હાલ તો ‘મહારાજ’ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.
VHP નેતા સાધ્વી પ્રાચીએ આ ફિલ્મ પર હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં VHP નેતા સાધ્વી પ્રાચી કહે છે-‘મહારાજ’ નામની એક ફિલ્મ આવવાની છે, જેનું ફિલ્માંકન થઇ ચૂક્યુ છે અને 15 તારીખે આવવાની છે. જેમાં શ્રીનાથજી ભગવાન દ્વારકાધીશનું પેંડલ બનાવી અશોભનીય અભિનય કરવામાં આવ્યો છે.
આવું સનાતન ધર્મ વિરૂદ્ધ અભિનય બતાવી આપણા દેવી-દેવતાઓનું અપમાન ડાયરેક્ટર નથી કરી શકતા. આના પર રોક લાગવી જોઈએ.’ સિદ્ધાર્થ પી મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘મહારાજ’ એક પીરિયડ ડ્રામા છે. આ ફિલ્મ 1862ના ‘મહારાજ’ માનહાનિ કેસ પર આધારિત હોવાનું કહેવાય છે. ‘મહારાજ’ના નિર્માતાઓએ ફિલ્મનું માત્ર પોસ્ટર જ રિલીઝ કર્યું છે જેમાં જુનૈદ ખાન અને જયદીપ અહલાવત જોવા મળે છે. આ ઉપરાંત આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં આપણા ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં જોવા મળતા ફેમસ એક્ટર સંજય ગોરડિયા પણ છે.
सनातन धर्म का अपमान सहन नहीं करेंगे
Ban Maharaj Film#BoycottNetflix pic.twitter.com/sgwvaoyayP
— Sadhvi Prachi 🇮🇳 (@Sadhvi_prachi) June 13, 2024