એક જ તો દીકરી છે મારી…સોનાક્ષીના લગ્ન પર બોલ્યા શત્રુઘ્ન સિન્હા

એક તો દીકરી છે મારી અને…સોનાક્ષીના લગ્નને લઇને એકવાર ફરી પિતા શત્રુઘ્ન સિન્હાના મોંમાંથી નીકળી આ વાત

સોનાક્ષી સિન્હા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ અને એક્ટર ઝહીર ઈકબાલ સાથેના લગ્નના સમાચારોને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન, બંનેના લગ્નનું આમંત્રણ ઓનલાઈન લીક થઈ ગયું છે, જેના થોડા કલાકો પછી પીઢ અભિનેતા અને TMC નેતા શત્રુઘ્ન સિંહાએ ફરી એકવાર સોનાક્ષીના લગ્નને લઈને તેમની પ્રતિક્રિયા શેર કરી છે. તેમણે પોતાની દીકરીના લગ્નના દિવસ વિશે ખુલીને વાત કરી.

અભિનેતા અને રાજકારણીએ સ્પષ્ટતા કરી કે તે સોનાક્ષીના લગ્નના સમાચારને ન તો સમર્થન આપી રહ્યા છે કે ન તો નકારી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જો આ અહેવાલો સાચા હશે તો તે ખુશ પિતા હશે. તે કોઈની પણ સાથે લગ્ન કરે, પરિવાર તેના નિર્ણયનું સમર્થન કરશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, ‘હું તેમના લગ્નના સમાચારની ન તો પુષ્ટિ કરી રહ્યો છું કે ન તો નકારી રહ્યો છું.

માત્ર સમય જ કહેશે. તેને હંમેશા મારા આશીર્વાદ મળશે. સોનાક્ષી મારી આંખોનો તારો છે, તે મારી એકમાત્ર પુત્રી છે અને મારી ખૂબ જ નજીક છે. હું એક ગૌરવપૂર્ણ પિતા છું કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તે એક અભિનેત્રી તરીકે પણ ઉભરી આવી છે. ‘લુટેરે’થી લઈને ‘દહાડ’ અને હવે ‘હીરામંડી’ સુધી, તે એક તેજસ્વી અભિનેત્રી સાબિત થઈ છે.

જો મારી દીકરીના લગ્ન થશે તો હું તેને મારા આશીર્વાદ આપીશ અને તેના નિર્ણય તેમજ પસંદગીને સમર્થન આપીશ. સોનાક્ષીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે અને હું તેના લગ્નના દિવસે સૌથી ખુશ પિતા હોઇશ. હું હંમેશા તેના માટે શુભકામનાઓ આપીશ… મારી એક જ દીકરી છે.’ જણાવી દઇએ કે, સોનાક્ષી અને ઝહીર બંને 23 જૂનના રોજ મુંબઇમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

Shah Jina