પાકિસ્તાનીનું કારનામું: IND vs PAK મેચમાં પિતા અને ઇન્ડિયન સસરાને લઇ ગયો સાથે સ્ટેડિયમમાં, પછી થયુ કંઇક એવું કે…જુઓ વીડિયોમાં

8 જૂને રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું. આ મેચના ઘણા ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મેચને લઈને ભારત અને પાકિસ્તાનના દર્શકોનો ઉત્સાહ જોવાલાયક હતો. પરંતુ આ દરમિયાન એક પોસ્ટે ઈન્ટરનેટ પર બધાનું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં, પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર રેઝા ખાન તેના ભારતીય સસરા અને પિતાને ભારત-પાક મેચ જોવા માટે સાથે ન્યૂયોર્ક સ્ટેડિયમ લઈ ગયો હતો.

એક વીડિયોમાં તે કહેતો જોવા મળે છે- ‘આ પહેલી ભારત-પાક મેચ છે જે તેના બંને પિતા એક સાથે જોઈ રહ્યા છે.’ વીડિયોમાં રેઝા ખાનના પિતા પાકિસ્તાની જર્સીમાં જ્યારે સસરા ભારતીય જર્સીમાં મેચ જોવા ગયા હતા. બંને વચ્ચે પોતપોતાની ટીમને લઈને જોરદાર સ્પર્ધા હતી અને બંને પોતપોતાની ટીમને મજબૂતીથી સપોર્ટ કરતા જોવા મળ્યા.

વીડિયોના પહેલા ભાગમાં તે દર્શકોને તેના પિતા અને સસરાનો પરિચય કરાવતો જોવા મળે છે અને આ વીડિયોમાં ફેમિલી બોન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે. જો કે, બીજા પાર્ટમાં મેચ દરમિયાન બંનેની પ્રતિક્રિયાઓ સ્પષ્ટપણે જોવા મળે છે. ક્યારેક રેઝાના પિતા ખુશખુશાલ જોવા મળે છે તો ક્યારેક સસરા ભારતીય ટીમને સપોર્ટ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Reza Khan (@therezakhan)

એટલું જ નહીં બંને આ ક્ષણને ખૂબ એન્જોય કરી રહ્યાં છે, આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી ચૂકી છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે – એવું હોવું જોઈએ જ્યાં બંને સાઇડ મિત્રો અને પ્રતિસ્પર્ધા પણ બની રહે. આપણે લોકો પરિવાર જ છીએ. અન્ય એક યુઝરે લખ્યું- આ પ્રકારની ખેલદિલીની આપણને જરૂર છે. બીજા એક યુઝરે લખ્યું- બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Reza Khan (@therezakhan)

Shah Jina