સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્ન કંફર્મ? ડિજિટલ ઇનવિટેશન સાથે ચાહકોને આપી ખુશખબરી

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્નનું ઓડિયો કાર્ડ થયુ લીક, કહ્યુ- અમે રૂમર્ડ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડથી પતિ-પત્ની બનવા જઇ રહ્યા છીએ

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને વેડિંગ અને પ્રૂ વેડિંગની ડેટ, ડ્રેસ કોડ અને તમામ પ્રકારની બાબતોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જો કે આ બધું હોવા છતાં કપલનું મૌન અને પરિવારની પ્રતિક્રિયાએ આ સમાચાર પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું હતું. જો કે, હવે સોનાક્ષી અને ઈકબાલે પોતે તેમના લગ્નના સમાચારની પુષ્ટિ કરી છે અને એક ડિજિટલ આમંત્રણ શેર કર્યું છે, જેમાં તેમનો ઓડિયો મેસેજ પણ છે.

આ ઓડિયો કાર્ડમાં સોનાક્ષી અને ઝહીર બંને પોતાના લગ્ન વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ કાર્ડ પ્રમાણે, 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે તેઓ રૂમર્ડ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડમાંથી પતિ અને પત્ની બનવા જઈ રહ્યા છે. બંને આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આ ઓડિયો કાર્ડમાં એક QR કોડ પણ છે, જેમાં સોનાક્ષી અને ઝહીરનો એક સુંદર સંદેશ છે,

આ ઓડિયોમાં બંને એકસાથે કહેતા સાંભળવા મળે છે, ‘અમારા બધા ટેલેન્ટેડ, ટેક સેવી અને જાસૂસ મિત્રો તેમજ પરિવારને, જે આ પેજ પર આવવામાં સફળ રહ્યા છે તેમને નમસ્તે. ઝહીર આગળ કહે છે – અમે છેલ્લા સાત વર્ષથી સાથે છીએ, બધી ખુશીઓ, પ્રેમ, હાસ્ય અને ઘણી રોમાંચક ક્ષણો અમને અહીં લાવ્યાં છે. તે ક્ષણ જ્યાં અમે હવે રૂમર્ડ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાંથી ઓફિશિયલ પતિ-પત્ની બનવા જઈ રહ્યા છીએ. ફાઇનલી આ ઉત્સવ તમારા વિના પૂર્ણ થઈ શકે નહીં.

તો 23મી જૂને, તમે જે પણ કરી રહ્યા છો તેને છોડી દો અને અમારી સાથે પાર્ટી કરો. ટૂંક સમયમાં મળીશું.’ ઇટાઇમ્સના અહેવાલ અનુસાર,સોનાક્ષી અને ઝહીર 23 જૂને મુંબઈમાં બસ્ટિયન-એટ ધ ટોપ ખાતે લગ્ન કરવા જઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નનું ઇનવિટેશન કાર્ડ પરંપરાગત કાર્ડને બદલે મેગેઝિન કવર જેવું બનાવવામાં આવ્યું છે, જેમાં QR કોડ પણ છે. સોનાક્ષી અને ઝહીરનું આ આમંત્રણ આ કોડમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina