પ્રેગ્નેંસીના છેલ્લા દિવસોમાં બેબી બંપ ફ્લોન્ટ કરી નાચી એક્ટ્રેસ- વીડિયો જોઇ હેરાન યુઝર્સ

સાઉથ એક્ટ્રેસ અમાલા પોલ બહુ જલ્દી માતા બનવા જઈ રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ફોટો તેમજ વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મોટા બેબી બમ્પ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં અમાલા પોલ લાઇટ ગ્રીન વન-પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ લાઇટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. અભિનેત્રી તેના બેબી બમ્પ સાથે ‘બેબી કામ ડાઉન’ ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોની સાથે અમાલાએ કેપ્શનમાં લખ્યું- હવે બેબી કામ ડાઉન, કામ ડાઉન ગાવાનો સમય આવી ગયો છે. ચાહકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

જો કે, વીડિયો જોયા પછી કેટલાક લોકો તેને આર્મપીટ માટે નિશાન બનાવી રહ્યા છે અને ટ્રોલ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અમાલા પોલે ગયા વર્ષે તેના બોયફ્રેન્ડ જગત દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. હવે બંને જલ્દી માતા-પિતા બનવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમાલા પ્રેગ્નેંસીના 9માં મહિનામાં છે અને હવે કપલ તેમના ઘરે નાના મહેમાનનું સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)

Shah Jina