...
   

પોતાની પત્ની અને દીકરી સાથે ફ્રાન્સમાં રજાઓનો આનંદ માણી રહ્યો છે મહેન્દ્ર સિંહ ધોની, એફિલ ટાવર સામે આપ્યા શાનદાર પોઝ, જુઓ

એફિલ ટાવરની સામે દીકરી ઝીવા અને પત્ની સાક્ષી સાથે શાનદાર પોઝ આપતો જોવા મળ્યો મહેન્દ્ર સિંહ ધોની, તસવીરો દિલ જીતી લેશે

MS Dhoni with family in Paris : IPL પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ રસિયાઓની નજર વર્લ્ડકપ પર છે, વર્લ્ડકપમાં પણ ભારતીય ટીમ ખુબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને પોતાની પહેલી બંને મેચ જીતી ચુકી છે. તો પાકિસ્તાની ટીમ સામે જીત બાદ ભારતીય ખેલાડીઓ સતત ચર્ચમાં છે, આવામાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પણ ચર્ચામાં આવ્યા છે, ધોનીનું ચર્ચામાં આવવાનું કારણ ક્રિકેટ નહિ પરંતુ તેનું વેકેશન છે, જેની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

કેપ્ટન કૂલ એટલે કે એમએસ ધોનીની દરેક સ્ટાઈલ વાયરલ થાય છે, પછી તે મેદાન પર હોય કે બહાર. આઈપીએલ 2024 સમાપ્ત થયા પછી, એમએસ ધોની રાંચીમાં તેના ઘરે આવ્યો હતો. જોકે, હવે ધોની છેલ્લા કેટલાક દિવસોથી ફ્રાંસના પ્રવાસે છે. હવે ધોનીનો પરિવાર સાથેની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે આખા પરિવાર સાથે પેરિસના એફિલ ટાવરની સામે ઉભો છે.

એમએસ ધોની, તેની પત્ની સાક્ષી અને તેમની નવ વર્ષની પુત્રી ઝિવા તાજેતરમાં ફ્રાન્સમાં રજાઓ ગાળતા જોવા મળ્યા હતા. આ ત્રણેય એફિલ ટાવરની સામે એક સુંદર તસવીરમાં એકસાથે કેદ થયા હતા અને આ તસવીર સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોમાં વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ તસવીર એમએસ ધોનીની દીકરી ઝીવા ધોનીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે.

જેને લાખો લોકો જોઈ ચુક્યા છે, ઝીવાએ આ ઉપરાંત અન્ય તસવીરો પણ શેર કરી છે, જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. કેપ્ટનશિપના બોજમાંથી મુક્ત થઈને, એમએસ ધોનીએ IPL 2024ની 11 ઇનિંગ્સમાં 220.54ના અદ્ભુત સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા, જે 100થી વધુ રન બનાવનારા તમામ બેટ્સમેનોમાં બીજા નંબરનો સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. ગત સિઝનમાં એમએસ ધોની ઈનિંગની છેલ્લી બે ઓવરમાં જ બેટિંગ કરવા આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni)


જ્યારે આઈપીએલ 2024ની શરૂઆત પહેલા એમએસ ધોનીને કેપ્ટનશીપમાંથી મુક્ત કરવામાં આવ્યો ત્યારે ચાહકોએ વિચાર્યું કે તે હવે આઈપીએલમાં નહીં રમે, પરંતુ તેણે આઈપીએલ 2024 રમી હતી. એમએસ ધોનીની બેટિંગ જોવા માટે ફેન્સ મેદાનમાં આવતા હતા. કારણ કે ચાહકોને લાગ્યું કે આ સીઝન એમએસ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે. જોકે, ચાહકો ઈચ્છે છે કે એમએસ ધોની આઈપીએલ 2025માં પણ રમે એવી છે.

Niraj Patel