જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોના આધારે જે તે સમયના આધારે રાશિ ભવિષ્યની ગણતરી કરવામાં આવે છે. 29 જૂન 2024થી ઉલ્ટી ચાલ એટલે કે વક્રી ચાલ ચાલી રહ્યા છે. પોતાની આ ચાલમાં શનિ 18 ઓગસ્ટથી નક્ષત્ર પરિવર્તન કરશે. જેની અસર તમામ રાશિના જાતકો પર પડશે. રવિવારે 18 ઓગસ્ટના રોજ રાતે 10.03 વાગે શનિ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરશે. તેમના આ નક્ષત્ર ગોચરથી 3 રાશિના જાતકોનું ભાગ્ય બદલી શકે છે. તો આવો જાણીએ કે આ કઇ છે ભાગ્યશાળી રાશિઓ તેના વિશે…
શનિ ગોચરની સકારાત્મક અસર:
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ભાદ્રપદ નક્ષત્રમાં શનિ ગોચર અનુકૂળ સિદ્ધ થવાના યોગ છે. વેપારમાં દરેક નિર્ણય સમજી વિચારીને લેવાની પ્રવૃત્તિ વિક્સિત થશે, સાથે ધનલાભમાં વધારો થશે. જો કોઇને ઉધાર આપ્યો હશે તો તે પાછુ આવી જશે. લાંબાગાળાથી અટકાયેલા કામમાં પ્રગતિ થશે. નોકરીયાતોને ધન આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. ઓફિસમાં સહકર્મચારીઓનો સહયોગ અને સમર્થન મળશે. માનસિક તણાવથી મુક્તિ મળવાના યોગ છે. કૌટુંબિક જીવનમાં ખુશીઓ વધશે, સાથે વિદેશ પ્રવાસના યોગ છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે ભાદ્રપદ નક્ષત્રમાં શનિ ગોચર ખુબ લાભકારી સાબિત થશે. વેપારમાં ટેક્સ સંબંધિત વિવાદ ઉકેલાઈ શકે છે. સેલ્સના ઉપાયોગ પર ભાર મૂકવાથી સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપાર અંગેની મુસાફરીથી નવી ડીલ થઈ શકે છે. યોગ્ય અને અનુભવી કર્મચારીઓની ભરતીથી લાભ થશે. વિદ્યાર્થીઓને સીનિયર લોકોનો પૂરેપૂરો સહયોગ મળશે. પ્રોજેક્ટ સંબંધિત ચિંતાઓ દૂર થશે. તમને કોઇ બિમારી થશે તો તે દૂર થશે. જીવનસાથીનો સહયોગ મળશે અને જીવન સરળ બનશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ભાદ્રપદ નક્ષત્રમાં શનિના ગોચરથી વેપાર અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ દૂર થવાના યોગ છે. કોઈ મોટી વેપારી ડીલમાં સફળતા મળી શકે છે. વેપારીના વિસ્તાર માટે આ એક યોગ્ય સમય છે. ભવિષ્યમાં લાભ થવાની શક્યતા છે. પાર્ટનરશીપના ધંધામાં નફો વધવાના પ્રબળ યોગ છે. કોઈ કાનૂની વિવાદથી છૂટકારો મળી શકે છે. નોકરીયાતોની આવકમાં વધારો થઈ શકે છે. નવા વાહન લેવાનું વિચારી રહ્યા હોય તો આ સમય તમારા માટે શુભ છે. તમારા કુટુંબમાં પ્રસન્નતા વધશે, સાથે જ વિદ્યાર્થીઓને કોલેજ ટુર પર જવાની તક મળશે.