મોદી સરકારના શપથમાં પાછળ આ કયું પ્રાણી દેખાયું ? જાણો હકિકત- જોઈને હોંશ ઉડી જશે હોંશ

દેશમાં ત્રીજી વખત મોદી સરકાર બની છે. નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ દરમિયાન 71 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. આ સમારોહનો એક રહસ્યમય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પ્રાણી શપથ ગ્રહણ મંચની પાછળ ચાલતું જોવા મળે છે.

આ પ્રાણી રાષ્ટ્રપતિ ભવનમાં થોડીક સેકન્ડ માટે દેખાય છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો ચોંકી ગયા છે. આટલા ઉચ્ચ સુરક્ષાવાળા રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રાણી ક્યાંથી આવ્યું ? દરેક વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે. પીએમ મોદી બાદ તમામ મંત્રીઓએ એક પછી એક શપથ લીધા. જ્યારે ભાજપના સાંસદ દુર્ગા દાસ ઉઇકેએ શપથ લઇ રહ્યા હતા ત્યારે સ્ટેજની પાછળ રાષ્ટ્રપતિ ભવન બિલ્ડિંગની અંદર એક પ્રાણી ચાલતું જોવા મળ્યું.

આ સિવાય જ્યારે સાંસદ અજય ટમટા શપથ લઈ રહ્યા હતા ત્યારે પ્રાણીની એક ઝલક પણ જોવા મળી. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કોઈએ આની નોંધ લીધી ન હતી. પરંતુ જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે બધા ચોંકી ગયા. લોકો સોશ્યિલ મીડિયા પર આ વીડિયો શેર કરી રહ્યા છે અને પ્રાણી વિશે સત્ય જાણવા માટે ઉત્સુક છે.

વીડિયો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ કોઈ પાલતુ દીપડો છે. કેટલાક લોકો કહે છે કે આ એક બિલાડી છે, જેનો પડછાયો મોટો દેખાય છે. પરંતુ રાષ્ટ્રપતિ ભવનમાં આટલી સુરક્ષા વચ્ચે પ્રાણીનો નજારો ચોક્કસપણે લોકોને આશ્ચર્યચકિત કરે છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વીડિયોમાં કયું પ્રાણી દેખાઈ રહ્યું છે.

Update : દિલ્હી પોલીસે આ મામલાનો અંત આણ્યો અને પોતે જ ખુલાસો કર્યો. દિલ્હી પોલીસે સોમવારે સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જોવા મળેલું ‘જંગલી પ્રાણી’ વાસ્તવમાં એક સામાન્ય ઘરેલું બિલાડી હતું. કેટલીક મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ એક જંગલી પ્રાણી છે, પરંતુ આ સંપૂર્ણપણે ખોટા સમાચાર છે. ટ્વિટર પર પોસ્ટમાં દિલ્હી પોલીસે લખ્યું, “આવી અફવાઓ પર ધ્યાન ન આપો. કેમેરામાં કેદ થયેલું પ્રાણી એક સામાન્ય ઘરેલું બિલાડી છે.”

Shah Jina