નદીમાં તરતી લાશ જોઇ પોલિસવાળાએ બહાર ખેંચી તો વ્યક્તિ ઉઠીને બેસી ગયો…વીડિયો જોઇ લોકોની છૂટી હસી
તેલંગાણા સ્થિત હનમકોંડા શહેરમાં એક તળાવમાંથી કથિત રીતે મૃતદેહ મળી આવવાના સમાચાર પર પહોંચેલી પોલીસને ત્યાં એક જીવતો માણસ મળ્યો. આ ઘટના રેડ્ડીપુરમ કોલોનીના કોવેલકુંટા તળાવની છે. સોમવારે કાકતિય યુનિવર્સિટી પોલીસને બાતમી મળી હતી કે તળાવમાં એક લાશ તરી રહી છે.
જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશ સમજી બહાર નીકાળી તો વ્યક્તિ જીવતો નીકળ્યો. તે વ્યક્તિ ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં પડ્યો હતો. જ્યારે પોલીસે તેને બહાર કાઢવાનું શરૂ કર્યું ત્યારે તે અચાનક ઉભો થઈ ગયો. પોલિસને હેરાની તો ત્યારે થઇ જ્યારે તેણે કહ્યું કે તે એક પથ્થરના સહારે તળાવમાં આરામ કરી રહ્યો છે.
પૂછવા પર તેણે જણાવ્યું કે તે નેલ્લોર જિલ્લાના કાવલીનો રહેવાસી છે અને કાઝીપેટમાં ગ્રેનાઈટ કંપનીમાં કામ કરે છે. તે લાંબા સમય સુધી કામ કરીને થાકી ગયો હતો અને તીવ્ર ગરમીથી રાહત મેળવવા તળાવમાં સૂઈ ગયો હતો. પોલીસ વધુ આશ્ચર્યચકિત ત્યારે થઈ ગઈ જ્યારે તેણે કાઝીપેટ જવા માટે 50 રૂપિયા માંગ્યા.
नदी में तैरती लाश देख.. पुलिस ने बाहर खींचा तो जिंदा निकाला… बेचारा गर्मी से था परेशान..😅😅 pic.twitter.com/I6CpyfDF9r
— अनामिका यादव (@AAnamika_) June 11, 2024