મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ અમોલ કાલેનું સોમવારે એટલે કે 10 જૂનના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમનું નિધન અમેરિકામાં થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે સૂઇ ગયા બાદ તે જાગ્યો નહોતા. તે રવિવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ મેચ જોવા અમેરિકા ગયા હતા.
ત્યારે 10 જૂનના રોજ નિધન બાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેની તૈયારીઓ થઇ રહી છે. અમોલ કાલેની અંતિમયાત્રામાં જોડાવા ક્રિકેટર અજિંક્ય રહાણે પણ પહોંચ્યો હતો. જણાવી દઇએ કે, 47 વર્ષીય અમોલ કાલે ઓક્ટોબર 2022માં 1983ના વર્લ્ડ ચેમ્પિયન સંદીપ પાટીલને નજીકની હરીફાઈમાં હરાવ્યા બાદ એમસીએના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
મુંબઈના વરિષ્ઠ પુરૂષ ખેલાડીઓની આગામી સિઝનમાં મેચ ફી બમણી કરવાના નિર્ણયમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. અમોલ કાલે, એક દાયકાથી વધુ સમયથી મુંબઈમાં રહેતા હતા અને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાતા હતા. એમસીએની બાબતોનું નેતૃત્વ કરવા ઉપરાંત, તેઓ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગના સહ-પ્રમોટર પણ હતા.
View this post on Instagram
આ વર્ષની શરૂઆતમાં અમોલ કાલેના કાર્યકાળમાં છેલ્લા વર્ષે વનડે વર્લ્ડ કપ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમા લગાવવામાં આવી હતી. તેઓ આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી દેવસ્થાન ટ્રસ્ટના સતત ત્રણ વર્ષ સુધી સભ્ય પણ રહ્યા. તેમણે નવી મુંબઈના ઉલ્વેમાં ભગવાન શ્રી વેંકટેશ્વર મંદિર માટે જમીન શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
View this post on Instagram