હાપુડમાં ટોલ માગવા પર બુલડોઝર ચાલકે મચાવી ઉત્પાત, ટોલ બૂથ કરી દીધુ ધ્વસ્ત- વીડિયો વાયરલ
ઉત્તર પ્રદેશના હાપુડમાં નેશનલ હાઈવે-9 ટોલ પ્લાઝા પરનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક બુલડોઝર ડ્રાઈવરે ટોલ માગવા પર હંગામો મચાવ્યો અને ટોલ પ્લાઝામાં તોડફોડ કરી. એટલું જ નહિ, ટોલ પ્લાઝાના બે બૂથને સંપૂર્ણપણે તોડી નાખ્યા. ત્યારે હાલ આ દરમિયાનનો વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલામાં આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના દિલ્લી-લખનઉ હાઇવે NH-9ના છિજારસી ટોલ પ્લાઝાની કહેવામાં આવી રહી છે. જ્યાં ટોલ બૂથથી નીકળી રહેલ બુલડોઝર ચાલક ત્યારે ભડકી ગયો જ્યારે ટોલ કર્મચારીઓએ તેની પાસે ટોલના પૈસા માગ્યા. પહેલા તો તેણે ટોલ ભરવાની ના પાડી પણ જ્યારે વિવાદ વધી ગયો, ત્યારે ટોલ પર તેણે હંગામો શરૂ કર્યો. આ મામલામાં હાપુડના એસપીએ જણાવ્યું કે ટોલ પ્લાઝામાં તોડફોડ કરનાર આરોપી ડ્રાઈવર ધીરજની ધરપકડ કરી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે કેવી રીતે ટોલ બૂથની કેબિનની દિવાલો અને કાચ તોડી રહ્યો છે. ટોલ પર લાગેલા સીસીટીવી કેમેરા પણ તૂટી ગયા હતા. બુલડોઝર ચાલકે બે ટોલ બૂથ તોડી પાડ્યા. આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન એક પણ ટોલ કર્મચારી ડરના કારણે તેને રોકતો જોવા મળ્યો નહિ.
टोल मांगने पर बुलडोजर नाराज हो गया। टोल प्लाजा के 2 बूथ तोड़ डाले। कर्मचारियों ने भागकर जान बचाई। फिलहाल बुलडोजर जी फरार हैं।
📍छिजारसी टोल प्लाजा, जिला हापुड़ (UP) pic.twitter.com/oLivR2N4Co— Sachin Gupta (@SachinGuptaUP) June 11, 2024