અયોધ્યામાં BJPની હાર બાદ ટ્રોલ થયો સોનૂ નિગમ, એક કમેન્ટે મચાવી ખલબલી- જાણો શું છે આખો મામલો
લોકસભા ચૂંટણી 2024ના પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્રમાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. જો કે, ચૂંટણી પરિણામો ચોંકાવનારા છે, પરંતુ સૌથી મોટી ઉથલપાથલ અયોધ્યામાં જોવા મળી હતી, જ્યાં રામ મંદિરના નિર્માણને કારણે ભાજપને હારનો અંદાજ ન હતો, પરંતુ સમાજવાદી પાર્ટીએ ત્યાં તેમને હરાવ્યા. અયોધ્યામાં ભાજપની હાર પર સોનુ નિગમે ટ્વિટર પર એક એવી પોસ્ટ શેર કરી કે જે બાદ ઘણા લોકો સિંગરને ટ્રોલ કરી રહ્યા છે.
સોનુ નિગમે ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરી, જેમાં લખ્યું કે, ‘જે સરકારે સમગ્ર અયોધ્યાને રોશન કર્યું, નવું એરપોર્ટ આપ્યું, રેલવે સ્ટેશન આપ્યું, 500 વર્ષ પછી રામ મંદિરનું નિર્માણ કરાવ્યું. જે પાર્ટીએ આખી મંદિરની અર્થવ્યવસ્થા બનાવી છે તેને અયોધ્યા સીટ પર સંઘર્ષ કરવો પડી રહ્યો છે જ્યારે આ ટ્વિટ લાઈમલાઈટમાં આવી તો લોકોએ સિંગર સોનુ નિગમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. પરંતુ તમને જણાવી દઇએ કે, જે વ્યક્તિએ ટ્વીટ કરી છે તે એક વકીલ છે જેનું નામ પણ સોનુ નિગમ છે…
બોલિવૂડ સિંગર સોનુ નિગમને આ ટ્વિટ સાથે કોઈ સંબંધ નથી. જો કે, આ પોસ્ટ બાદ લોકો સિંગર સોનુ નિગમ પર ગુસ્સે થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શું તમને ગાવાનો મોકો પણ મળ્યો ? શું તમે ક્યારેય એવા લોકોને મળ્યા છો જેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતા.. ફર્જી ગીતો ગાવા બેઠા છો? તમને શરમ આવવી જોઈએ. જ્યારે કોઈને કંઈ ખબર ન હોય ત્યારે ગીત ન ગાવું જોઈએ.’ બીજાએ લખ્યુ- ‘પબ્લિક બધું સમજે છે.’
અન્ય એકે લખ્યુ- ‘તમારા જેવા કોઈ નથી જે ગીત ગાઈ શકે અને લાખો રૂપિયા ભેગા કરી શકે. લોકો સમજી ગયા હતા કે માત્ર મંદિરની ઘંટડી વગાડવાથી ઘર-ઘરનું કામ નહીં થાય. ઉલ્લેખનીય છે કે, જેના પરથી BJPને લઇને પોસ્ટ કરવામાં આવી છે તે એકાઉન્ટ સોનુ નિગમ સિંહનું છે, જે વ્યવસાયે વકીલ છે અને બિહારથી આવે છે. તેની પ્રોફાઈલમાં આ વિગતનો ઉલ્લેખ છે. સિંગર સોનુ નિગમને આ ટ્વિટર એકાઉન્ટ સાથે કોઈ લેવાદેવા નથી.