નાના બાળકની જેમ ટ્રોફીને આખી રાત પોતાની પાસે લઈને સૂતો રહ્યો મેસી, દેશવાસીઓનો જોવા મળ્યો જબરદસ્ત ઉત્સાહ, બસ પર ચાહકો ઘસી આવતા બોલવું પડ્યું હેલીકૉપ્ટર

આર્જેન્ટિનામાં વર્લ્ડકપની જીતની ઉજવણી દરમિયાન સર્જાવવાની હતી મોટી દુર્ઘટના, બસ પર બેઠેલો મેસ્સી નીચે પડતા પડતા બચ્યો, જુઓ વીડિયો

FIFA વર્લ્ડ કપ 2022 પૂરો થઈ ગયો છે અને 36 વર્ષની રાહ જોયા બાદ આર્જેન્ટિનાએ ફૂટબોલનો સૌથી મોટો ખિતાબ કબજે કર્યો છે. ટીમના કેપ્ટન લિયોનેલ મેસ્સીનું આ લાંબા સમયનું સપનું છે જે આખરે સાકાર થયું છે, આવી સ્થિતિમાં તે આ ગોલ્ડન વર્લ્ડ કપ ટ્રોફીથી એક ક્ષણ માટે પણ દૂર રહેવા માંગતો નથી. તેણે તેને કોઈ બાળકની જેમ પોતાની જાત સાથે ચિપકાવી રાખી છે.

ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી છે. કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં લિયોનેલ મેસ્સીએ બે ગોલ કર્યા હતા જ્યારે ફ્રાંસના કિલિયન એમબાપ્પે ત્રણ ગોલ કર્યા હતા. વધારાના સમયમાં પણ મેચ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ હતી, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા પરિણામ નક્કી કરવું પડ્યું હતું. ઉત્તેજના તેની ચરમસીમા પર હતી અને આર્જેન્ટિનાએ આ વખતે કોઈ ભૂલ ન કરી, શૂટઆઉટ 4-2 થી જીત મેળવી અને તેમના દેશની 36 વર્ષના ઇન્તજારનો અંત આવ્યો.

કતારની શેરીઓથી લઈને આર્જેન્ટિનામાં પહોંચવા સુધી, લિયોનેલ મેસીએ FIFA ટ્રોફીને તેની નજીક રાખી હતી. તમામ ફોટામાં તે જોવા મળતું હતું, પછી તે એરપોર્ટ હોય, પ્લેન હોય કે અન્ય ક્યાંય, મેસ્સી દરેક જગ્યાએ ટ્રોફીની નજીક હતો. આ પછી, સૌથી રસપ્રદ નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે તેની નવીનતમ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી, જેમાં તે ટ્રોફી સાથે બેડ પર બેઠો અને પછી તેના પર હાથ રાખીને સૂતો જોવા મળે છે.

મંગળવારે રાત્રે સ્થાનિક સમય અનુસાર લગભગ 3 વાગ્યે ફિફા કપની વિશ્વ વિજેતા ટીમ પરત ફરી ત્યારે આર્જેન્ટિનાના લોકો જાગી ગયા હતા. મેસ્સીના હાથમાં ટ્રોફી જોઈને કરોડો આંખોને ભગવાનને રૂબરૂજોયા હોય તેવી રાહત મળી હતી. આર્જેન્ટિનામાં મંગળવારને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ આખો દેશ રવિવારથી રજા પર છે. તેમણે 11 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.

વર્લ્ડકપની જીતની ઉજવણી રાજધાની બ્યુનોસ એરેસમાં થઈ હતી. આખી ટીમ ઓપન ટોપ બસમાં બેસીને ઉજવણીમાં જોડાઈ હતી. આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. છત પર બેઠેલા કેપ્ટન મેસ્સી સહિત 5 ખેલાડીઓ પડતા બચી ગયા હતા. ઉજવણી દરમિયાન જ્યારે ચાહકોની ભીડ બસ તરફ ધસી આવી ત્યારે મેસ્સીને હેલિકોપ્ટરથી બહાર જવું પડ્યું.

Niraj Patel