IPLમાં ચમક્યો સૌરાષ્ટ્રનો હીરો, સનરાઈઝ હૈદરાબાદે રાજકોટના સમર્થ વ્યાસને આટલા લાખમાં ખરીદ્યો..પરિવારમાં જામ્યો ખુશીનો માહોલ

સનરાઈઝ હૈદરાબાદની ટીમમાં સામેલ થયેલ આ ગુજરાતી ક્રિકેટરના જીવન વિશેની કેટલીક  દિલચસ્પ વાતો, જુઓ કેવી પરિસ્થિતિમાંથી આવીને પહોંચ્યો IPL સુધી…

ભારતમાં ક્રિકેટ ખુબ જ લોકપ્રિય છે અને તેમાં પણ હવે તો IPL ભારતની શાન બની ગઈ છે. દર વર્ષે રમાતી આ ગેમ માટે ખેલાડીઓની હરાજી થતી હોય છે અને તેમાં પણ ઘણા નવા ખેલાડીઓની પસંદગી પણ થતી હોય છે. આ વર્ષે 23 ડિસેમ્બરથી આઇપીએલમાં ખેલાડીઓની હરાજી થઇ. આ હરાજી કેરળના કોચીમાં ચાલી રહી છે.

આઇપીએલમાં ગુજરાતી ક્રિકેટરોનો દબદબો હંમેશા જોવા મળ્યો છે, ઘણા ક્રિકેટરો આઇપીએલમાંથી પોતાના કેરિયરને શરૂ કરીને ભારતીય ક્રિકેટમાં પણ પોતાનું આગવું નામ બનાવી ચુક્યા છે અને તેમાં પણ સૌરાષ્ટ્રના ક્રિકેટરો દરેક સીઝનમાં બાજી મારતા જોવા મળતા હોય છે. ત્યારે આ સીઝનમાં પણ સૌરાષ્ટ્રનો એક ગુજરાતી ક્રિકેટર ઝળક્યો.

હાલમાં યોજાઈ રહેલી આઇપીએલની હરાજીમાં સૌરાષ્ટ્રના ક્રિકેટર સમર્થ વ્યાસને હૈદરાબાદની ટીમે ખરીદ્યો છે. સમર્થને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં જ હૈદરાબાદની ટીમે ખરીદ્યો. આ ખબર આવતા જ સમર્થ અને તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ ફરી વળ્યો હતો. સમર્થ સવારથી જ ઓક્શનને લઈને ખુબ જ ઉત્સાહિત હતો અને તેના નામની જાહેરાત થતા જ તે ખુશીથી ઝૂમી ઉઠ્યો.

સમર્થ પોતાની કિશોરાવસ્થા દરમિયાન રેલવે ગ્રાઉન્ડમાં જ ક્રિકેટ રમતો હતો. તે રેલવે પરિવારમાંથી આવે છે. તેના પિતા બિપિન વ્યાસ રેલવેમાં ફરજ બજાવે છે. ટાયરે રેલવે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા દરમિયાન સમર્થને નાની મોટી ઈજાઓ પણ થઇ હતી, જેના કારણે તેને ઘણી શ્રેણીઓ પણ ગુમાવી.

સમર્થે પોતાના જીવનમાં ઘણી ચઢતી પડતી પણ જોઈ છે, પરંતુ તે પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ હતો અને તેને ક્રિકેટ પ્રત્યે જ પોતાનું સમર્થન દાખવ્યું અને નિરાશ થયા વગર રમતો રહ્યો. સમર્થનો જન્મ 28 નવેમ્બર 1995ના રોજ રાજકોટમાં જ થયો હતો. તે સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.

તાજેતરમાં જ યોજાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સમર્થ ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને ટુર્નામેન્ટની સૌથી વધુ 22 સિક્સ ફટકારી હતી. આ ઉપરાંત વિજય હજારે ટ્રોફીમાં તેને બેવડી સદી પણ ફટકારી, જેના કારણે તે નજરમાં આવ્યો અને ટી20માં તેના આક્રમક બેટિંગને લઈને સનરાઈઝ હૈદરાબાદની ટીમે તેના પર મહોર મારી.

Niraj Patel