બોયકટ શાહરુખ ખાન વચ્ચે દીકરી સુહાના ખાન આવા વિચિત્ર ડ્રેસથી થઇ પરેશાન, વારંવાર ડ્રેસ એડજસ્ટ કરતી દેખાઈ જુઓ
બોલિવુડ ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરની અપકમિંગ ફિલ્મ ધ આર્ચીઝનું શુટિંગ પૂરુ થઇ ગયુ છે. આ ફિલ્મમાં ખુશી કપૂર, સુહાના ખાન અને અગસ્ત્ય નંદા જેવા સ્ટારકિડ્સ લીડ રોલમાં જોવા મળવાના છે. આ અવસર પર ઝોયા અખ્તરે એક પાર્ટીનું આયોજન કર્યુ હતુ, જેમાં શાહરૂખ ખાનની લાડલીથી લઇને શ્રીદેવી-બોની કપૂરની દીકરી ખુશી સહિત અન્ય ઘણા હાજર રહ્યા હતા.
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન એકવાર ફરી તેના પબ્લિક અપીયરન્સને લઇને ચર્ચામાં છે. સુહાના ખાનને ધ આર્ચીઝની રૈપઅપ પાર્ટીમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન સુહાના ખાને બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જે ઓરેન્જ કલરમાં હતો. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ લુકમાં સુહાના તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
જો કે, તે સુહાના જેવી કારમાંથી નીચે ઉતરી કે તે તેના ટાઇટ ડીપનેક બોડીકોન ડ્રેસને એડજસ્ટ કરતી જોવા મળી. આ દરમિયાન સુહાના ખાન તેના ડ્રેસને લઈને અસહજ દેખાતી હતી. સુહાના ખાન જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેણે તેના પહેલા પ્રોજેક્ટનું શુટિંગ પૂરુ કરી લીધુ છે. ફિલ્મની ટીમ માટે એક સ્પેશિયલ રેપઅપ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું,
અને તેમાં સુહાના ખાને પોતાના હોટ લુકથી ધૂમ મચાવી હતી. સુહાનાનો આ દરમિયાનનો ગ્લેમરસ લુક ચાહકોના દિલ ચોરતો જોવા મળ્યો હતો. સુહાનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેના પર લોકોએ વિવિધ કોમેન્ટ્સ કરી છે. મોટાભાગના લોકો સુહાનાને છોટી મલાઈકા કહીને બોલાવી રહ્યા છે.
ફિલ્મ ‘ધ આર્ચીઝ’ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર વર્ષ 2023માં રિલીઝ થવા જઈ રહી છે. સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને ખુશી કપૂર આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં મિહિર આહુજા, વેદાંગ રૈના અને યુવરાજ મેંડા પણ મુખ્ય ભૂમિકામાં છે.
View this post on Instagram