‘બેશરમ રંગ’ જ નહિ શાહરૂખનું ‘ઝૂમે જો પઠાણ’ પણ છે કોપી ? સોશિયલ મીડિયા યુઝર્સે કર્યો દાવો
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’નો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જ્યાં પહેલા ‘બેશરમ રંગ’ ગીતની ધૂન કોપી કરવાનો આરોપ હતો, ત્યાં હવે હાલમાં જ રીલિઝ થયેલ ગીત ‘ઝૂમે જો પઠાણ’ પર પણ ધૂન ચોરી કરવાનો આરોપ છે. પાછલા દિવસે રિલીઝ થયેલા ‘પઠાણ’ના આ બીજા ગીતને અત્યાર સુધીમાં 19 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
પરંતુ હવે સોશિયલ મીડિયા યુઝર્સ મ્યુઝિક કમ્પોઝર વિશાલ અને શેખરના આ ગીતની ચોરી પકડી હોવાનો દાવો કરી રહ્યા છે. આરોપ લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે. ‘પઠાણ’નું ‘ઝૂમ જો પઠાણ’ ગીત રિલીઝ થયું ત્યારથી જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ઝૂમ જો પઠાણ’ સુખવિંદર સિંહના 10 વર્ષ જૂના ગીતની નકલ છે,
જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે ‘પઠાણ’ ગીતની ધૂન સુખવિંદર સિંહના ગીતમાંથી કોપી કરવામાં આવી છે. યુઝર્સ વીડિયો શેર કરીને બંને ગીતો વચ્ચે સમાનતા બતાવી રહ્યા છે. બંને ગીતો જોયા પછી સૂર કંઈક અંશે સરખા જણાશે. આવી સ્થિતિમાં ‘પઠાણ’ના મેકર્સ ફરી એકવાર ગીત ચોરવા બદલ ટ્રોલ થઈ રહ્યા છે.
સુખવિંદર સિંહના ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા એક યુઝરે લખ્યું કે, ‘આ ગીત અર્જુનઃ ધ વોરિયર પ્રિન્સ’ના ગીત ‘કર્મ કી તલવાર’માંથી કોપી કરવામાં આવ્યું છે. આ છેતરપિંડી છે, ઓછામાં ઓછી ક્રેડિટ મૂળ સંગીતકારને આપવી જોઈએ. હવે લોકોને આ વાત પસંદ નથી આવી રહી અને તેઓ પઠાણના મેકર્સને ટ્રોલ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે અરિજીત સિંહે પઠાણનું ગીત ‘ઝૂમે જો પઠાણ’ ગાયું છે. ગીતમાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનના કિલર મૂવ્સ જોવા મળી રહ્યા છે. જ્યારથી આ ગીત રિલીઝ થયું છે ત્યારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. આ ગીતને 22 કલાકમાં જ 18 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.
View this post on Instagram