જેની ગુજરાતીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ”નું “ઉડે રે ગુલાલ” ગીત થયું રીલિઝ, સાંભળીને જ ઝૂમવા માટે થઇ જશો મજબુર, જુઓ

એક નવો ચીલો ચીતરતી આવનારી ગુજરાતી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ”નું સાડી પર સ્પોર્ટ્સ શૂઝ પહેરીને ધૂમ મચાવતું “ઉડે રે ગુલાલ” ગીત થયું રૂલીઝ….

ગુજરાતી ફિલ્મો હવે એક ઇતિહાસ સર્જવા માટે આગળ વધી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઘણી એવી ફિલ્મો આવી છે જેને ઘણા બધા એવૉર્ડ સાથે દિલ પણ જીત્યા છે. એવી જ એક આવાનરી ફિલ્મ “કચ્છ એક્સપ્રેસ”ની પણ દર્શકો કાગડોળે રાહ જોઈને બેઠા છે. છેલ્લા કેટલાય સમયથી લોકમુખે આ ફિલ્મ ચર્ચાઇ રહી છે. ત્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં આગામી તા 6 જાન્યુઆરી-2023ના રોજ રિલિઝ થવા જઇ રહી છે.

રંગમંચ અને ગુજરાતી ફિલ્મોની પીઢ અભિનેત્રી રત્ના પાઠક શાહ સાથે માનસી પારેખ,ધર્મેન્દ્ર ગોહિલ સહિત હિન્દી ફિલ્મનો ચર્ચિત ચહેરો દર્શિલ સફારી આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા અદા કરી રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે અને દર્શકોને પણ આ ટ્રેલર ખુબ જ પસંદ પણ આવી રહ્યું છે.

ત્યારે હાલ ‘કચ્છ Express’ ફિલ્મનું એક અદભૂત અને ઉત્સાહપ્રેરક ગીત “ઉડે રે ગુલાલ…!!” તાજેતરમાં રિલિઝ થયુ છે. રિલિઝ થયાની થોડિક પળોમાં આ ગીતે એક અનોખી લોકચાહના મેળવી છે. કચ્છી ગુજરાતી ભાષાના સંમિશ્રણ સાથે સ્નેહા દેસાઇ દ્વારા રચિત આ ગીતને જબરદસ્ત સંગીતથી મઢ્યું છે સચિન-જીગરની બેલડીએ…અને ગુજરાતના ખુબજ લોકપ્રિય ગાયક કિર્થી સાગઠીયા અને ભૂમિ ત્રિવેદીના સ્વરોથી અલંકૃત આ ગીત લોકહૈયે વસી ગયુ છે.

અદભુત સંગીત અને શાનદાર ગાયિકાના તર્જ પર તૈયાર થયેલું આ ગીત બોલીવુડના ગીતોને પણ ટક્કર આપે તેવું છે.  મુંજે હૈડે મેં ઉડેરે ગુલાલ…!! ચોરી ચોરી ગમતાનો કરીએ રે ગુલાલ…!!સાંભળવામાં પણ મીઠી લાગે એવી કચ્છી ગુજરાતીમાં રચાયેલ આ ગીત સાંભળતા જ ઝુમી ઉઠવાનું મન થાય છે.

આ ગીત સહિત સમગ્ર ફિલ્મનું ફિલ્માંકન પણ તમામ સ્ત્રી કલાકારોને ગુજરાતી સાડી પહેરાવીને અદ્ભુત રીતે કરવામાં આવેલ છે. જેથી આ ગીત જોઇને અને સાંભળતાંજ પોતિકાપણાંનો અહેસાસ થવા લાગે છે…!! હિન્દી સિરિયલોમાં અભિનય કરનાર આપણી જ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલ સંગીતના માહોલમાંથી આવે છે. જેથી તેની દરેક અદાકારીમાં પણ જાણે સંગીત જ નિતરતું જોઇ શકાય છે.

આવનારા સમયમાં રિલિઝ થનાર “કચ્છ Express” ગુજરાતી ફિલ્મોમાં અલગ ચીલો ચિતરશે એવી આશા વર્તાઇ રહી છે. ગુજરાતી ચાહકો પણ આ ફિલ્મનું ખુબ જ આતુરતાથી રાહ જોતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં પણ આ ફિલ્મની લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે. સાથે જ ફિલ્મનું ટ્રેલર પણ ગુજરાતી દર્શકોને ખુબ જ પસંદ આવ્યું છે.

Niraj Patel