2 પત્નીઓ બાદ હવે નવી મિસ્ટ્રી ગર્લ સાથે ક્લોઝ થયો યૂટયૂબર અરમાન મલિક, ત્રીજા લગ્ન કરી નાખ્યા? જાણો શું છે મામલો

અરમાન મલિકને બે બે ખુબસુરત પત્નીઓ હોવા છત્તાં કર્યા ત્રીજા લગ્ન ? જાણો સમગ્ર મામલો….

ફેમસ યુટ્યુબર અરમાન મલિક આ દિવસોમાં જબરદસ્ત હેડલાઈન્સમાં છે. અરમાને હાલમાં કેટલાક સમય પહેલા જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં યુટ્યુબરની બંને પત્નીઓ કૃતિકા મલિક અને પાયલ મલિક બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. પહેલા તો કેટલાક લોકો એ વાતથી ચોંકી ગયા હતા કે અરમાને બે લગ્ન કર્યા હતા, જ્યારે જેઓ આ વિશે પહેલાથી જ જાણતા હતા તેઓ એ જાણીને ચોંકી ગયા કે તેમની બંને પત્નીઓ એકસાથે કેવી રીતે પ્રેગ્નેટ થઈ ?

થોડી જ વારમાં મામલો એટલો વધી ગયો કે અરમાન મલિક, કૃતિકા મલિક અને પાયલ મલિકને પોતાના બચાવમાં આગળ આવવું પડ્યું. આ મામલો સંપૂર્ણ રીતે થાળે પડ્યો જ હતો કે હવે યુટ્યુબરના ત્રીજા લગ્નના સમાચાર આવવા લાગ્યા. અરમાન મલિકની યુટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવેલો એક વ્લોગ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં જ શેર કરાયેલા આ વીડિયોના વર્ણનમાં લખ્યું છે કે, ‘ત્રીજી પત્ની બોલશે દુનિયા’. પછી શું હતું, આ વાંચીને સોશિયલ મીડિયા યુઝર્સની આંખો ફાટી ગઈ.

આ સિવાય અરમાને તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ એક પોસ્ટ શેર કરી, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ સવાલ હતો કે શું અરમાન મલિક ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે ? તમને જણાવી દઈએ કે આ સવાલનો જવાબ અરમાનના આ જ બ્લોગમાં છુપાયેલો હતો. યુટ્યુબરે ત્રીજી વખત લગ્ન કર્યા છે, પરંતુ પ્રથમ બે લગ્નની જેમ, આ લગ્ન વાસ્તવિક નથી. ખરેખર, આ વ્લોગ અરમાનના લેટેસ્ટ ગીત ‘કુછ રાતે’ના શૂટિંગ દરમિયાનનો છે.

ગીતમાં યુટ્યુબરની સાથે મિસ્ટ્રી ગર્લ અને અભિનેત્રી તાન્યા પણ લીડ રોલમાં જોવા મળી છે. વ્લોગની અંદર, પીળી સાડી અને લાલ બંગડીઓ પહેરેલી તાન્યા કેમેરાની સામે આવે છે અને કહે છે, ‘હમારી શાદી હુઈ હૈ, ​​મ્યુઝિક વિડિયો મેં’. તાન્યાની વાત સાંભળીને અરમાન મલિક પણ હસવાનું રોકી શક્યો નહીં. તે કહે છે, ‘આઘાત ન પામો. આ મ્યુઝિક વિડીયો અવશ્ય જોવો. અરમાનની પોસ્ટ પર લોકોએ ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું કે ‘અબ ઈસs ભી પ્રેગ્નs’ કરેગા’. બીજાએ લખ્યું ‘દિલ આ ગયા ઇસ પર ભી શાયદ’.

અન્ય એક યુઝરે લખ્યું કે ‘એક શું, બે શું, તેના માટે 100 ઓછા છે’. જણાવી દઈએ કે અરમાને વર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. જો કે, 2018માં તેણે પાયલની શ્રેષ્ઠ મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા. આ મામલાને લઈને પાયલ મલિકે તેના એક વીડિયોમાં ખુલાસો કર્યો હતો કે જે ક્ષણે તેને કૃતિકા અને અરમાનના સંબંધો વિશે ખબર પડી ત્યારે તે તેને છોડીને પિયર ચાલી ગઈ હતી. જો કે, પછી તે અરમાનથી વધુ સમય દૂર રહી શકી નહીં અને બાદમાં તેણે કૃતિકાને પણ અપનાવી લીધી. આજે ત્રણેય ખુશીથી એકસાથે રહે છે.

Shah Jina