યુવરાજના કોમેન્ટ કરવા પર જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ઉર્ફી જાવેદ, વીડિયો શેર કરીને કહ્યું, “તમારા જેવા લોકોના કારણે જ….” જુઓ

ભારતીય ખેલાડી યુવરાજની કોમેન્ટ પર ભાવુક થઇ ઉર્ફી, વીડિયો શેર કરીને કહ્યું, “તમારા જેવા લોકોના કારણે જ….” જુઓ

બિગ બોસ OTT દ્વારા ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ તેના અતરંગી કપડાને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતા હોય છે, ત્યારે હાલ ઉર્ફી જાવેદ એક અન્ય કારણને લઈને પણ સતત ચર્ચામાં ચાલી રહી છે. હાલમાં જ ઉર્ફીનો ભારતીય હોકી પ્લેયર યુવરાજ વાલ્મીકી સાથે ઝઘડો થયો હતો. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે ઉર્ફી રડી પડી.

ઉર્ફી અને યુવરાજ વચ્ચેની લડાઈ એક પેપરાજીએ સોશિયલ મીડિયા પર ઉર્ફીનો વીડિયો શેર કર્યા બાદ શરૂ થઈ હતી. યુવરાજે આ વીડિયો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે ઉર્ફીને બિલકુલ પસંદ ન આવી. જણાવી દઈએ કે વીડિયોમાં ઉર્ફીની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હોવાની ચર્ચા હતી. આના પર યુવરાજે કોમેન્ટમાં લખ્યું, “આભાર દુબઈ. કૃપા કરીને તેને કાયમ તમારી સાથે રાખો.”

યુવરાજની આ ટિપ્પણીનો ઉર્ફીએ જોરદાર જવાબ આપ્યો હતો. તેણે લખ્યું, “તમને મારા કપડાને લઈને ઘણી સમસ્યા છે અને હજુ પણ મારા પર્સનલ પેજ પર મેસેજ કરો. બાય ધ વે, મારી પાસે હજુ પણ તમારા દ્વારા મોકલવામાં આવેલા મેસેજના સ્ક્રીનશૉટ્સ છે.” આ પછી, ઉર્ફી જાવેદ વિશે એક મીડિયા ચેનલ સાથે વાત કરતા યુવરાજે કહ્યું, “ઉર્ફીનું મગજ ખરાબ થઈ ગયું છે. મેં આ ક્યારેય કહ્યું નથી, પરંતુ તેઓ શાબ્દિક રીતે એક કલંક છે. જો તેની પાસે મેસેજ હોય, તો તે તેને શેર કરી શકે છે. મેં પેપરાજીની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી જેથી ઉર્ફીનું પ્રમોશન અટકાવવામાં આવે. વ્યક્તિએ સમજવું જોઈએ કે કયા કપડાને ક્યારે અને ક્યાં પહેરવામાં આવે છે.”

હોકી પ્લેયરની કમેન્ટની સાથે ઉર્ફી જાવેદે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પોતાનો એક વીડિયો પણ મૂક્યો છે. વીડિયોમાં યુવરાજને જવાબ આપતા ઉર્ફી જાવેદ પણ રડી પડી હતી. તેણે કહ્યું કે યુવરાજ એક પબ્લિક ફિગર છે. ઉર્ફીના કપડા પરની તેમની ટિપ્પણી વધુ લોકો સુધી પહોંચે છે અને તેની અસર સોશિયલ મીડિયા યુઝર્સ પર પણ પડે છે. ઉર્ફી એ પણ કહે છે કે યુવરાજ જેવા લોકોના કારણે જ અન્ય લોકો તેને બરાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની હિંમત કરે છે. સાથે જ તેણે કહ્યું કે ‘યુવરાજે આ બધું બંધ કરવું જોઈએ.

Niraj Patel