ક્રિકેટર કુનાલ પંડ્યા ભાઇ હાર્દિકને લઇ થયો ભાવુક, કહ્યુ- લોકો મારા ભાઇ એવી ગંદી વાતો કરતા હતા કે અમે પણ….

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પંડ્યાએ બોલ અને બેટથી ધમાલ મચાવી હતી. દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં પંડ્યાએ છેલ્લી ઓવરમાં 16 રનનો શાનદાર બચાવ કરીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. 4 મહિના પહેલા આઈપીએલમાં પંડ્યાની ભારે ટીકા થઈ હતી. તે જ્યાં જતો હતો ત્યાં લોકો તેની બૂમો પાડતા હતા.

જ્યાકે હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમાં તેનું પ્રદર્શન પણ કંઈ ખાસ નહોતું. હવે મોટો ભાઈ કુનાલ વર્લ્ડ કપમાં સ્ટાર બનીને ઉભરેલા હાર્દિક માટે ખૂબ જ ખુશ છે. T20 વર્લ્ડ કપ જીત દરમિયાન હાર્દિકની વાપસીની પ્રશંસા કરતા કૃણાલે કહ્યું કે, ટીકાના વંટોળ વચ્ચે લોકો ભૂલી ગયા કે તેનો નાનો ભાઈ પણ ‘ભાવનાઓથી ભરેલો માણસ’ છે.

કુનાલ પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ઈમોશનલ પોસ્ટમાં લખ્યું છે. તેણે કહ્યું, ‘હાર્દિક અને મેં પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તેને લગભગ એક દાયકા થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસો અમારા માટે એટલા જ યાદગાર રહ્યા છે જેટલું અમે સપનું જોયું હતું. દરેક દેશવાસીની જેમ હું પણ અમારી ટીમની સફળતાથી ખુશ હતો અને તેમાં મારા ભાઈની મહત્વની ભૂમિકા હોવાથી હું આનાથી વધુ ભાવુક થઈ શકતો નથી.’

કુનાલે ગયા વર્ષે હાર્દિકના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો જેમાં વાનખેડે સ્ટેડિયમમાં ભીડે તેના વિરુદ્ધમાં બૂમ પાડી હતી. IPLની 17મી સિઝનમાં તેની ટીમ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી અને તે પોતે પણ પોતાના પ્રદર્શનથી પ્રભાવ પાડી શક્યો નહીં.
કુનાલના કહ્યા અનુસાર, ‘છેલ્લા છ મહિના હાર્દિક માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તે જેમાંથી પસાર થયો તેને લાયક ના હતું અને એક ભાઈ તરીકે મને તેના માટે ખૂબ જ ખરાબ લાગ્યું. લોકો તેના વિશે બૂમો પાડવા લાગ્યા અને ખરાબ બોલવા લાગ્યા. આપણે બધા ભૂલી ગયા કે તે પણ લાગણીઓથી ભરેલો માણસ છે.’

yc.naresh