શુક્રવારે એટલે કે 5મી જુલાઈના રોજ સંગીત સેરેમની Jio સેન્ટરમાં થઈ હતી. આ કાર્યક્રમમાં બોલિવુડ સ્ટાર્સ સહિત સ્પોર્ટ્સ જગતના પણ અનેક સિતારા જોવા મળ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણીએ સ્ટેજ પર જઇ ટી 20 વર્લ્ડ કપની જીત માટે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી.
નીતા અંબાણીએ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને ભૂતપૂર્વ મુબંઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને સ્ટેજ પર બોલાવ્યો. ત્યાર બાદ સૂર્ય કુમાર યાદવને આમંત્રિત કર્યો. આખરે આ વર્ષે મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ સ્ટેજ બોલાવ્યો. આ વીડિયો મુંબઇ ઇન્ડિયન્સના સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ વીડિયોની શરુઆતમાં નીતા અંબાણી ભગવાનની પૂજા કરે છે, ત્યા રોહિત શર્મા, સૂર્યા કુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જોવા મળી રહ્યા છે. મહાદેવના નાદ સાથે પૂજા પૂર્ણ થાય છે. ત્યાર બાદ નીતા અંબાણી પોતાની સ્પીચ આપતા કહે છે કે, અહીં આપણો પરિવાર હાજર છે. પણ મારા બીજા પરિવારે દેશને ગર્વ અપાવ્યો છે. તેઓ દરેકના હૃદયમાં ગર્વની લાગણી ભરી દીધી છે. તેમના કારણે જ સેલેબ્રેશન હજી પણ ચાલુ છે. મારા માટે ખૂબ જ પ્રાઉડની વાત છે કે આજે અહીં મારી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ હાજર છે. આજે આ સેલેબ્રેશન તો થઇ જ રહ્યુ છે પરંતુ અહીં આપણે ઇન્ડિયાને સેલિબ્રેટ કરીશું.
View this post on Instagram
આમ કહીને નીતા અંબાણીએ સંગીત સેરેમનીમાં હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માનું સન્માન કર્યું, મહેમાનોએ ખેલાડીઓની સામે ઊભા રહીને તેમનું સન્માન કર્યું, ખેલાડીઓએ હાથ ઊંચો કરીને સન્માનનો સ્વીકાર કર્યો. નીતા અંબાણીએ રોહિતને વિનિંગ કેપ્ટન કહી સંબોધિત કર્યો, જે સાંભળીને રોહિત ભાવુક થતો જોવા મળી રહ્યો છે. રોહિતનો હાથ પકડી નીતા અંબાણી રડી પડ્યા.
આગળ કહ્યુ એક એવો છોકરો છે બાઉન્ડ્રી પર ઉભા રહ્યો અને આપણો જીવ અધ્ધર આવી ગયો, તે છે સૂર્યા કુમાર યાદવ. સાથે સૂર્યા સૂર્યાના નારા લગાવ્યા.
View this post on Instagram
જ્યારે છેલ્લી ઓવરમાં બધા પોતાની હાર્ટબિટ સંભાળી રહ્યા હતા ત્યારે તેણે સાબિત કર્યુ કે મુશ્કેલ સમય ટકતો નથી, સક્ષમ લોકો તે સમય પણ પાર કરી લે છે. તે છે હાર્દિક પંડ્યા. આમ કહી હાર્દિક પંડ્યા માટે સૌ કોઇ ઉભા થઇ તેને સન્માન આપ્યું. અંતમાં બિઝનેસ મેન મુકેશ અંબાણીએ ભારતને ગૌરવ અપાવવા બદલ ક્રિકેટરોને અભિનંદન આપતાં લાગણી વ્યક્ત કરી, સાથે જ તેમણે ત્યાં હાજર મહેન્દ્ર સિંહ ધોનીનો ઉલ્લેખ કર્યો કે તે કેવી રીતે તેને 2011ના છેલ્લી ભારતીય વર્લ્ડ કપ જીતની અનુભૂતિમાં ફરી થઇ રહી છે.
View this post on Instagram
નીતા અંબાણીએ સ્ટેજ પર બોલાવ્યા ત્યારે અનંત અને રાધિકાના કૌટુંબિક સંગીતની ઉજવણીએ રાષ્ટ્રીય ક્રિકેટ ઉત્સાહની ઉચ્ચ ભાવનાત્મક નોંધ લીધી અને સમગ્ર સભાએ વર્લ્ડ કપ વિજેતા હીરો – કેપ્ટન રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને બિરદાવ્યા!