કોઇ બોલિવુડ હસીનાથી કમ નથી વિરાટની ભાભી ચેતના, તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગની અને સ્ટાઇલની આખી દુનિયા દીવાની છે. વિરાટ કોહલીનો બોલિવૂડની દુનિયા સાથે પણ ગાઢ સંબંધ છે. 11 ડિસેમ્બર 2017ના રોજ વિરાટે અનુષ્કા શર્મા સાથે ઈટાલીમાં લગ્ન કર્યા હતા. અનુષ્કાની સુંદરતાની વાત કરીએ તો દરેક વ્યક્તિ તેના દિવાના છે, પરંતુ વિરાટના પરિવારમાં એક અન્ય સભ્ય છે જેની સુંદરતા અનુષ્કા કરતા પણ વધારે છે.
અમે વાત કરી રહ્યા છીએ વિરાટ કોહલીની ભાભીની જે અનુષ્કા શર્મા કરતા પણ વધુ સુંદર છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મોટો ભાઇ છે, જેનું નામ વિકાસ કોહલી છે. વિકાસ કોહલીની પત્નીનું નામ ચેતના કોહલી છે. વિરાટની ભાભી ચેતના કોહલી સુંદરતાના મામલામાં બોલિવૂડની કોઈ હિરોઈનથી ઓછી નથી.
ચેતના કોહલીની સુંદરતા ઉપરાંત તેની સ્ટાઈલ અને લાઈફસ્ટાઈલ પણ ખૂબ જ રસપ્રદ છે.ચેતના કોહલી દેખાવમાં તો ખૂબ જ સુંદર છે સાથે જ તે ફિટનેસ અને સ્ટાઈલની બાબતમાં પણ કોઈથી ઓછી નથી. જણાવી દઈએ કે ચેતના સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. ચેતના અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ વિકાસ કોહલી સાથેની તસવીરો શેર કરતી રહે છે. વિરાટ અને તેનો મોટો ભાઈ વિકાસ પણ સમયાંતરે પોતાના પરિવારની તસવીરો શેર કરે છે.
જણાવી દઈએ કે વિરાટનો મોટો ભાઈ વિકાસ કોહલી દિલ્હીનો મોટો બિઝનેસમેન છે. ચેતના કોહલી અને વિકાસ કોહલી ઘણા ખાસ પ્રસંગો પર જોવા મળે છે. વિરાટ અને અનુષ્કાની રિસેપ્શન પાર્ટી દરમિયાન આ કપલને ઘણું કવરેજ મળ્યું હતું. ચેતના કોહલી તેની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ચેતનાની ફેન ફોલોઈંગ વધુ નથી.
તેનું એક કારણ એ છે કે તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચેતના કોહલી અને વિકાસ કોહલી પરિવારમાં જ્યારે કોઈ ફંક્શન થાય ત્યારે બંને ચોક્કસ તેમાં સામેલ થાય છે. વિરાટ કોહલીની જેમ તેના ભાઇ-ભાભી પણ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે. ચેતના તેના પતિ વિકાસ સાથે દિલ્હીમાં રહે છે.
સામાન્ય રીતે તો દેરાણી-જેઠાણીના સંબંધ વિશે એવું કહેવાય છે કે બંનેની આપસમાં બનતી નથી, પણ અનુષ્કા-ચેતનાના કિસ્સામાં એવું નથી. બંને દેરાણી જેઠાણી એકબીજાને ખૂબ પસંદ કરે છે અને તેઓ પાર્ટી અને ઈવેન્ટ્સમાં કેટલીકવાર સાથે જોવા પણ મળે છે.