મનોરંજન

આલિયા ભટ્ટ બાદ હવે અભિનેત્રી ગૌહર ખાન અને તેનો પતિ જૈદ દરબારે આપી ખુશખબરી…

ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાંથી છેલ્લા કેટલાક મહિનામાં ઘણી ખુશખબરીઓ સામે આવી છે. ઘણી અભિનેત્રીઓ માતા બની છે તો કેટલાક સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાયા છે. ત્યારે હવે ફરી એકવાર ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ગુડ ન્યુઝ સામે આવી છે. બિગબોસ 7 વિનર ગૌહર ખાનના ઘરે જલ્દી જ નાનુ મહેમાન આવવાનું છે. ગૌહર ખાન અને તેના પતિ જૈદ દરબાર જલ્દી જ મમ્મી-પપ્પા બનવા જઇ રહ્યા છે.

બંનેએ ખાસ અંદાજમાં આ ખુશખબરી ચાહકો સાથે શેર કરી છે, જે બાદ સોશિયલ મીડિયા પર ગૌહર છવાઇ ગઇ છે. ગૌહર અને જેદના લગ્નને બે વર્ષ પૂરા થવાના છે અને બીજી એનિવર્સરીના ઠીક પહેલા આ ગુડ ન્યુઝ સંભળાવી ગૌહર અને જેદે ચાહકો સહિત પરિવાર અને મિત્રોને મોટુ સરપ્રાઇઝ આપ્યુ છે. ખાસ વાત એ હતી કે લગ્નના 5-6 મહિના પહેલા જ બંને પહેલીવાર મળ્યા હતા અને પહેલી જ મુલાકાતમાં જૈદે ગૌહરને પોતાનું દિલ આપી દીધું હતું.

કોઈક રીતે નંબર લીધા પછી બંનેની વાતો અને મુલાકાતોનો સિલસિલો ચાલુ રહ્યો અને ક્યારે પ્રેમ થઈ ગયો તેની ખબર પણ ના પડી. ડિસેમ્બરમાં તેમના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ઝૈદ સાથે ગૌહરના લગ્નની વિધિ 3 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન તેમના લગ્ન મીડિયા દ્વારા કવર પણ કરવામાં આવ્યા હતા અને તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. લગ્ન પછી ગૌહર તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ,

તેથી તે હનીમૂન પર પણ ન જઈ શકી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી ગૌહર અવારનવાર ઝૈદ સાથે તેના ફની વીડિયો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે તેણે ફેન્સને ખૂબ જ ખાસ સરપ્રાઈઝ આપી. જો કે, તેનો કયો મહિનો ચાલી રહ્યો છે અને તેમના જીવનમાં આ નાનો મહેમાન ક્યારે આવશે, તે હાલમાં જાહેર કર્યુ નથી. આ ઉપરાંત તેણે બેબી બંપની પણ કોઇ તસવીર શેર કરી નથી.

જણાવી દઇએ કે, ગૌહર ખાનનો પતિ જૈદ દરબાર કોરિયોગ્રાફર અને મ્યુઝિક ડિરેક્ટર સ્માઈલ દરબારનો પુત્ર છે. ગૌહરે જૈદ સાથે 25 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. ત્યારે હવે પ્રેગ્નેંસીના સમાચાર સામે આવ્યા બાદ સેલેબ્સ અને ચાહકો ગૌહર અને જૈદને શુભકામનાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gauahar Khan (@gauaharkhan)