પોતાની બંને રાજકુમારીઓ સાથે નવા ઘરમાં શિફ્ટ થયા ગુરમીત ચૌધરી અને દેબિના, મોટા આશિયાનાની શાનદાર છે ઝલક

ખુશખબરી: ટીવીના રામસીતા એક્ટર 10 વર્ષ બાદ નવા ઘરમાં થઇ શિફ્ટ, ઘરની લક્ષ્મી સાથે કર્યો ગૃહ પ્રવેશ

ટીવીના ‘રામ’ અને ‘સીતા’ તરીકે લોકપ્રિય ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ પોતાના જીવનની નવી સફર શરૂ કરી છે. આ સ્ટાર કપલ બે સુંદર દીકરીઓના માતા-પિતા બન્યા છે અને હવે તેઓ તેમના નવા ઘરમાં પણ શિફ્ટ થઈ ગયા છે. હાલમાં જ દેબિનાએ તેના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો, જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમ તમે જાણો છો, દેબીના ઘણા વર્ષોથી નાના પડદાથી દૂર છે, પરંતુ તે તેની યુટ્યુબ ચેનલ ‘ડેબીના ડીકોડ્સ’ દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ એક વ્લોગ દ્વારા તેના નવા ઘરના ગૃહ પ્રવેશની ઝલક બતાવી. વીડિયોની શરૂઆતમાં અભિનેત્રીએ કહી રહી છે કે બંને દીકરીઓ સાથે ઘર શિફ્ટ કરવું તેના માટે થોડું મુશ્કેલ થઈ રહ્યું છે, તેથી જ સમય લાગી રહ્યો છે. જોકે, ધીમે ધીમે બંને શિફ્ટ થઈ રહ્યા છે. આ પછી, દેબીના તેના ઘરની ઝલક બતાવે છે. ગુરમીત ચૌધરી નવા ઘરમાં પૂજા કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ દેબીના અને ગુરમીત તેમની બે પુત્રીઓ સાથે નવા ઘરમાં પ્રવેશ્યા. આ દરમિયાન ગુરમીત ચૌધરી તેની બંને દીકરીઓ પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો.

દેબીના બેનર્જી યલો કલરના શરારા સૂટમાં સુંદર લાગી રહી હતી. જ્યારે ગુરમીત હંમેશાની જેમ લાલ કુર્તામાં આકર્ષક લાગતો હતો.જો કે, આ વીડિયોમાં દેબિનાએ તેની નાની પુત્રીનો ચહેરો બતાવ્યો નહોતો. દેબિનાની મોટી પુત્રી લિયાના એકદમ ક્યુટ લાગી રહી હતી. દેબિનાએ તેના નવા વીડિયોમાં સંપૂર્ણ ઝલક બતાવી હતી અને એ પણ જણાવ્યું હતુ કે તે જૂના ઘરમાંથી નવા ઘરમાં શું લઈ જઇ રહી છે અને શું નહીં. જણાવી દઇએ કે, દેબીનાએ પહેલી દીકરીને 3 એપ્રિલ અને બીજી દીકરીને 11 નવેમ્બરના રોજ જન્મ આપ્યો હતો.

આ પછી હવે તે નવા ઘરમાં શિફ્ટ થઈ છે. વીડિયોની શરૂઆતમાં તે કહી રહી છે કે આખરે તે નવા ઘરમાં રહેવા જઈ રહી છે. આ સમય દરમિયાન તે બધો સામાન લઈ જવાની નથી કારણ કે તેમાં સમય લાગશે. પરંતુ તેઓએ જરૂરી વસ્તુઓ રાખી છે. અભિનેત્રીએ વીડિયોમાં એમ પણ કહ્યું કે લોકો પૂછશે કે આટલી વહેલી શિફ્ટ કેમ થઈ, તો કહુ કે, નિનુડી વહેલા આવી ગઈ, અમારુ શિફ્ટિંગ આ સમયે કરવાનુ હતુ. અત્યારે તો સામાન થોડો થોડો કરીને જ આવશે.

એકસાથે નહિ આવે નહિ તો અમે પરેશાન થઈ જઈશું. દેબીનાએ જણાવ્યું કે ઘરમાં પ્રવેશતા પહેલા પૂજા રાખવામાં આવે છે, જેથી ઘર સંપૂર્ણ રીતે પવિત્ર બને. એટલા માટે હું તૈયાર થઈને અહીંથી જઈશ. આ વીડિયોમાં દેબિના કહે છે કે આ ઘર સાથે તેની ઘણી યાદો જોડાયેલી છે. તેણે આ ઘર ખૂબ દિલથી બનાવ્યું છે. પરંતુ જૂની યાદોને અહીં છોડીને હવે તે નવા ઘરમાં નવી યાદો બનાવશે. લિયાના દેબીનાની માતાના ખોળામાં જોવા મળી રહી છે. તે કહે છે કે એવું લાગે છે કે જાણે અમે સ્ટેશન પર બેઠા છીએ અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ.

આ પછી દેબીના બાળકનો રૂમ બતાવે છે અને કહે છે કે તેણે 10 મહિના પહેલા તેને પોતાના હાથથી તૈયાર કર્યો હતો અને હવે તે બધું છોડી રહી છે. તે નોસ્ટેલ્જીયા ફિલ થઇ રહ્યો છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તેણે એ ઘરમાં 10 વર્ષ વિતાવ્યા છે, તેથી હવે તે અહીંથી ગયા પછી ભાવુક થઈ રહી છે. દેબીના બોનર્જી અને ગુરમીત ચૌધરી માટે વર્ષ 2022 ખાસ રહ્યું. કારણ કે કપલે આ જ વર્ષે બંને પુત્રીઓને તેમના જીવનમાં આવકારી અને હવે નવા ઘરમાં તેઓ શિફ્ટ પણ થઇ ગયા.

Shah Jina