મનોરંજન

લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં શાહનવાઝ સાથે જોવા મળી નવી નવેલી દુલ્હન દેવોલિના, પતિ પર ખૂબ લૂંટાવ્યો પ્રેમ, કહ્યુ- આ મારો શોનૂ…

પતિ શાહનવાઝ શેખને કયા નામથી બોલાવે છે દેવોલિના ભટ્ટાચાર્જી ? લગ્ન બાદ પહેલીવાર સંસ્કારી ગોપી વહુએ કર્યો ખુલાસો…

ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી જેણે સ્ટાર પ્લસના પોપ્યુલર શો “સાથ નિભાના સાથિયા”માં ગોપી વહુનુ પાત્ર નિભાવી દરેક ઘરમાં ખાસ ઓળખ મેળવી હતી તે આ દિવસોમાં તેના લગ્નને લઇને ચર્ચામાં બનેલી છે. ચારે બાજુ તેની જ હાલ ચર્ચા થઇ રહી છે. 13 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર લગ્ન પહેલાની રસ્મના ફોટા અને વીડિયો શેર કરી દેવોલિના લાઇમલાઇટમાં આવી હતી,

જો કે એ સમયે બધાને લાગી રહ્યુ હતુ કે એ માત્ર મજાક છે, પરંતુ જ્યારે તેણે પોતે પુષ્ટિ કરી કે તેણે સાચે લગ્ન કરી લીધા છે ત્યારે બધા જ શોક્ડ રહી ગયા હતા.લગ્ન બાદ દેવોલિનાએ તેના પતિ શાહનવાઝ શેખનો ચહેરો જાહેર કર્યો હતો, જે બાદ તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે લગ્ન બાદ દેવોલિના અને શાહનવાઝ પહેલીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાનની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે

જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. અભિનેત્રી પેપરાજીના સવાલોના જવાબ પણ આપી રહી છે. દેવોલિનાએ તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.જેનો વીડિયો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ શેર કર્યો હતો. આ સિવાય તેણે હલ્દીનો પણ વીડિયો હાલમાં પોસ્ટ કર્યો હતો. ત્યારે હાલમાં જ્યારે તે તેના પતિ શાહનવાઝ સાથે એક ઈવેન્ટમાં જોવા મળી ત્યારે ચાહકોની ખુશીનો પાર ન રહ્યો.

આ દરમિયાન અભિનેત્રીના ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર હતું. ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અભિનેત્રીએ શાહનવાઝ સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી બંને ઘણા ખુશ છે,તેમની ખુશી તેમના ચહેરા પર ઝલકી રહી છે. પેપરાજીએ જયારે અભિનેત્રીને પૂછ્યું કે તે તેના પતિને કયા નામથી બોલાવે છે. તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું- બધા જાણે છે.

દરેક વ્યક્તિ બિગ બોસથી જાણવા માટે ઉત્સુક હતા કે શોનુ કોણ છે, તો આ છે મારો શોનુ. આ સિવાય બંનેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને એકસાથે ડાન્સ કરી રહ્યાં છે.જો કે, દેવોલિનાના આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું- બાવરી આટલી બધી કેમ થઈ ગઈ ? એકે લખ્યું – તેને બીજું કોઈ મળ્યું નથી. કેટલાક લોકોએ અભિનેત્રીની બેસ્ટ ફ્રેન્ડ રશ્મિ દેસાઈ વિશે પણ પૂછ્યું કે તે ક્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક યુઝરે લખ્યું- પ્રેમ આટલો આંધળો હોય છે તે ખબર ન હતી. એકે તો લખ્યું- રિલેક્સ બોયઝ. ટૂંક સમયમાં છૂટાછેડા જોવા મળશે. એક યુઝરે કહ્યું- લંગુર કે હાથ મેં અંગુર. બીજા એકે કહ્યું – બંને જોકર જેવા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)