મોંઘા સ્ટાર્સ અને બિગ બજેટ છત્તાં પણ 2022માં ફ્લોપ સાબિત થઇ આ ફિલ્મો, લિસ્ટમાં રણબીર-રણવીરથી લઇને અક્ષયકુમાર સુધી અનેક સામેલ

આ છે એ 10 બૉલીવુડ ફિલ્મો જેને જોયા બાદ મોં લટકાવી થિયેટરમાંથી બહાર આવવું પડ્યુ, ભૂંડી રીતે ફ્લોપ ગઈ

કોરોના કાળ બાદ આ વર્ષે ધીરે-ધીરે જ પણ સિનેમાઘર ખુલી શક્યા અને ફિલ્મો રીલિઝ થઇ શકી. પરંતુ જે ઉમ્મીદ હતી તેનાથી ઘણુ ઓછી હિન્દી ફિલ્મો દર્શકોને બોક્સ ઓફિસની બારી સુધી લાવવામાં કામયાબ રહી. જેને કારણે સુપરસ્ટાર્સની ફિલ્મો ફ્લોપ સાબિત થઇ. જ્યારે આ વર્ષ હવે પૂરુ થવાના આરે છે, ત્યારે અમે તમને જણાવી દઇએ બોલિવુડની એ ફિલ્મ વિશે જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ. મજાની વાત તો એ છે કે આમાં મોટા-મોટા સ્ટાર્સ હોવા છત્તાં પણ તે કમાણી કરવામાં સફળ ન રહી શકી.

સમ્રાટ પૃથ્વીરાજ: મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે અક્ષય કુમારની આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ અક્ષય અને તેની જોડી દર્શકોને પસંદ આવી નહિ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 68 કરોડની કમાણી કરી હતી, જયારે તેનું બજેટ 200 કરોડ રૂપિયા હતું.

રક્ષાબંધનઃ આ વખતે અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ પછી વધુ એક ફિલ્મ ફ્લોપ થઈ. ફિલ્મની વાર્તા દહેજ પર આધારિત હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર 44 કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી અને બજેટનો અડધો ભાગ પણ નીકાળવામાં સફળ ન રહી.

લાલ સિંહ ચઢ્ઢાઃ આમિર ખાન અને કરીના કપૂરની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. દર્શકો ઘણા વર્ષોથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ ફિલ્મ દર્શકોની અપેક્ષા પર ખરી ન ઉતરી શકી. આ ફિલ્મે માત્ર 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે તેનું બજેટ 180 કરોડ રૂપિયા હતું.

વિક્રમ વેધાઃ આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને હ્રતિક રોશનની જોડી પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા મળી હતી. આ સાઉથ રિમેક ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 75 કરોડની કમાણી કરી હતી, જ્યારે તેનું બજેટ રૂ. 180 કરોડ આસપાસ હતું.

શમશેરાઃ અભિનેતા રણબીર કપૂરે ઘણા વર્ષો પછી ફિલ્મ શમશેરાથી મોટા પડદા પર વાપસી કરી હતી. પરંતુ તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. તેણે બોક્સ ઓફિસ પર માત્ર 43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

જયેશભાઈ જોરદાર: રણવીર સિંહ સ્ટારર આ રોમ-કોમમાં શાલિની પાંડે અને બોમન ઈરાની જેવા સ્ટાર્સ હતા. પરંતુ તેની સ્ટોરી પણ દર્શકોને પસંદ આવી ન હતી. તેણે માત્ર 43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ધાકડઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ ફિલ્મમાં એક્શન કરતી જોવા મળી હતી. પરંતુ તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ એક્શન કરી શકી નહિ. રિપોર્ટ્સ અનુસાર તેણે માત્ર 2 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી.

ફોનભૂતઃ કેટરિના કૈફની આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ હતા, પરંતુ તેની કહાની લોકોને આકર્ષિત કરી શકી નહિ. તેણે માત્ર 13 કરોડ રૂપિયાની કમાણી કરી.

થેંક ગોડઃ આ ફિલ્મમાં અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે માત્ર 36 કરોડની કમાણી કરી હતી જ્યારે બજેટ 100 કરોડ હતું.

જર્સીઃ આ ફિલ્મમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર જેવા કલાકારો હતા. આ વાર્તા ક્રિકેટ સાથે જોડાયેલી હતી પરંતુ તેમ છતાં દર્શકોને આકર્ષી શકી ન હતી. શાહિદની એક્ટિંગને દર્શકોએ પસંદ કરી હતી પરંતુ ફિલ્મ બિઝનેસ ન કરી શકી અને 18 કરોડની કમાણી કરી હતી.

Shah Jina