રૂપ રૂપનો અંબાર છે IAS અતહરની પત્ની, તસ્વીરોમાં જોવા મળી રહ્યો છે ખુબસુરતીનો અંદાજ, બોલીવુડની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગશે, જુઓ

IAS અતહરની પત્નીની તસવીરો સોશિયલ મીડિયામાં થઇ રહી છે વાયરલ, તસવીરોમાં સુંદરતા જોઈને લોકો પણ બની રહ્યા છે દીવાના, જુઓ

IAS અતહર આમિર અને મેહરીન કાઝીના લગ્નને બે મહિના વીતી ગયા છે. આ કપલ 1 ઓક્ટોબરના રોજ લગ્નના બંધનમાં બંધાયું હતું. તેમના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. આ તસવીરોમાં ખાસ મેહરીનની સુંદરતા પર લોકો ફિદા થયા હતા અને તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નહોતા.

લગ્ન બાદથી આ નવવિવાહિત કપલ ​​પોતાની તસવીરોને કારણે હેડલાઇન્સમાં છે. તેમણે સગાઈથી લઈને લગ્ન સુધીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે શેર કરી છે. લગ્નના બે મહિના પૂર્ણ થયા બાદ પણ મેહરીન કાઝીએ તસવીર શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

IAS અતહર પત્ની મેહરીન કાઝી વ્યવસાયે ડોક્ટર છે. ડોક્ટર હોવા ઉપરાંત મેહરીન સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર પણ છે અને સુંદરતામાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી કમ નથી. મેહરીન કાઝીનો જન્મ 20 જાન્યુઆરી 1993ના રોજ થયો હતો અને તે શ્રીનગરના લાલ બજારની રહેવાસી છે. મેહરીન એક ડૉક્ટર છે અને તેણે યુકે અને જર્મનીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.

IAS અતહર અમીર ખાનની પત્ની મેહરીન કાઝી એક ડોક્ટર છે અને હાલમાં દિલ્હીમાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કામ કરે છે. તો અતહર હાલમાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટેડ છે. 29 વર્ષીય મેહરીન કાઝી ડોક્ટર હોવા ઉપરાંત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મેહરીન પોતાની સ્ટાઈલથી કોઈને પણ દિવાના બનાવી શકે છે.

ડો. મેહરીન કાઝીના ઈન્સ્ટાગ્રામ પર 3.8 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના અને તેના પતિના ફોટા શેર કરતી રહે છે. મેહરીન તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી બ્રાન્ડનું પ્રમોશન કરતી રહે છે. હાલમાં જ મેહરીને તેના સોશિયલ મીડિયામાં લગ્નના બે મહિના બાદની કેટલીક તસવીરો શેર કરી છે.

મેહરીને તસવીર શેર કરી અને લખ્યું, “તમારા જેવા મીઠી, પ્રેમાળ અને સુંદર વ્યક્તિ સાથે બે મહિના કરતાં વધુ સારું શું છે, શું તેની તુલના પૃથ્વી પરના સ્વર્ગ સાથે થઈ શકે છે. મને અને તમને 2 મહિનાની વર્ષગાંઠની શુભકામનાઓ.” આ તસવીર પર પતિ IAS અતહરની પ્રતિક્રિયા પણ આવી છે. અતહર આમિરે લખ્યું, મને હંમેશા આટલો પ્રેમ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. I LOVE U.”

Niraj Patel