IPLમાં જોવા મળશે હવે પટેલ પાવર, ગુજરાત ટાઇટન્સની ટીમે વડોદરાના આ ખેલાડીને આટલા લાખમાં ખરીદીને ટીમમાં આપી જગ્યા..
કેરળના કોચ્ચીમાં IPL માટે ખેલાડીઓની નીલામી ચાલી રહી છે. આ દરમિયાન ઘણા દિગ્ગજ ક્રિકેટરોને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે, તો બીજી તરફ ઘણા યુવા ક્રિકેટરોને પણ આઇપીએલમાં મોકો મળવાનો છે. ત્યારે આઇપીએલમાં વર્ષોથી ગુજરાતી ક્રિકેટરોનો દબદબો રહેલો પણ જોવા મળે છે.
ઘણા ગુજરાતી ક્રિકેટરો આઇપીએલમાં પોતાની બેઝ પ્રાઈઝમાં ખરીદવામાં આવ્યા હતા, પરંતુ તેમને પોતાની રમત દ્વારા જ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. જેના કારણે બીજી સિઝીનમાં જ તેમના પર કરોડોની બોલી પણ લાગી અને આજે ઘણા એવા ક્રિકેટરો પણ છે જે પોતાની રમત દ્વારા ભારતીય ટીમમાં પણ આગવું સ્થાન બનાવી ચુક્યા છે.
ત્યારે આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓએ આઇપીએલમાં બાજી મારી છે. જેમાં રાજકોટના સમર્થ વ્યાસને સનરાઈઝ હૈદરાબાદે તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ખેલાડીની પણ આઇપીએલમાં બોલી લાગી. જેમાં વડોદરાનો ઉર્વિલ પટેલને ગુજરાત ટાઇટન્સની ટીમે ખરીદ્યો છે. ગુર્જાત ટાઇટન્સે ઉર્વિલને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો.
આઇપીએલ ઓક્શનમાં ઉર્વિલની પસંદગી થવાની સાથે જ તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ઉર્વિલ પટેલ વડોદરામાં રહે છે. તેનો જન્મ 17 ઓક્ટોબર 1998માં મહેસાણામાં થયો હતો અને તે જમણા હાથનો બેટ્સમેન અને વિકેટ કીપર છે. તે વડોદરા માટે અંડર 14, 16 અને 19 પણ રમી ચુક્યો છે. આ ઉપરાંત તે ગુજરાતની ટીમ માટે પણ રમ્યો છે.
ઉર્વિલ પટેલ તેના ડોમેસ્ટિક કેરિયરમાં 33 મેચમાં 147ની સ્ટ્રાઇક રેટ સાથે 683 રન ફટકારી ચુક્યો છે. જેના 4 અડધી સદી પણ સામેલ છે. આ ઉપરાંત તેને લિસ્ટ એની 10 મેચમાં 104 રન બનાવ્યા છે. ઉર્વિલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી થઇ એ ખુબ જ મોટી વાત માનવામાં આવે છે. કારણ કે ગત સીઝન ગુજરાત ટાઇટન્સે પોતાના નામે કરી હતી.
ગુજરાત ટાઇટન્સની ટીમ ગયા વર્ષે જ આઇપીએલમાં ઉતરી હતી અને પોતાના શાનદાર પર્ફોમન્સ અને હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ટીમ આઇપીએલની ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. ગુજરાત ટાઇટન્સની ટીમમાં હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન જેવા દિગ્ગજો સાથે બહોળો અનુભવ પણ મળશે.