જયપુર પિન્ક પેન્થર વિજેતા બનતા જ ઉત્સાહમાં આવી ગયો અભિષેક બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાયને ગળે લગાવી લીધી, દીકરી આરાધ્યા પણ જોવા મળી ખુશ ખુશાલ, જુઓ
દેશની ફેવરિટ રમત પ્રો કબડ્ડી લીગ સીઝન 9ની ફાઈનલ મેચ રમાઈ ગઈ છે, પ્રો કબડ્ડીની ટ્રોફી બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનની ટીમ જયપુર પિંક પેન્થરે જીતી છે. જયપુર પિંક પેન્થર્સે શનિવારે મુંબઈના NSCI ડોમ, SVP સ્ટેડિયમ ખાતે પ્રો કબડ્ડી સિઝન 9 જીતવા માટે પુનેરી પલ્ટનને 33-29 થી હરાવી.
પ્રો કબડ્ડી લીગ સીઝન 9ની ફાઈનલ જોવા માટે બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન તેની પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા સાથે આવ્યો હતો. જયપુર પિંક પેન્થર્સ અભિનેતા અભિષેક બચ્ચનની ટીમ છે જેણે ફાઈનલ જીતીને ટ્રોફી જીતી હતી. ટીમના જીતવાની સાથે જ બચ્ચન પરિવાર ઉત્સાહમાં આવી ગયો હતો. ઐશ્વર્યા રાય બચ્ચને આ ખાસ પ્રસંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ઐશ્વર્યા રાયે જીત પર ફોટા શેર કર્યા અને લખ્યું “જયપુર પિંક પેન્થર્સ પ્રો કબડ્ડી સીઝન 9 ચેમ્પિયન છે. કેવું અદ્ભુત હવામાન ! અમને અમારા પ્રતિભાશાળી અને મહેનતુ કબડ્ડી ખેલાડીઓની અમારી ટીમ પર ખૂબ ગર્વ છે, ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે. પ્રેમ, પ્રકાશ, તમારા માટે વધુ શક્તિ અને ચમકતા રહો.”
ઐશ્વર્યા રાય બચ્ચન કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થરની વિજેતાઓ સાથે ઉત્સાહમાં હતી. આરાધ્યા પણ આ પ્રસંગે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. ઐશ્વર્યા રાય અને આરાધ્યા તેમની સાથે ટીમને ચીયર કરી રહ્યાં હતા. કબડ્ડી ટીમની મેચ જોતી વખતે ઐશ્વર્યા રાય ઉત્સાહમાં હતી. તે ટીમને સંપૂર્ણ સમર્થન કરતી જોવા મળી હતી. તો આરાધ્યા અને અભિષેકનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.
View this post on Instagram
ઐશ્વર્યા રાયની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે વિનર ટ્રોફી સાથે અભિષેક અને આરાધ્યા સાથે જોવા મળી રહી છે. આ સિવાય ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા પણ પોતાની ટીમની ચેમ્પિયન બનવાથી ઘણી ખુશ છે. આ ખાસ પ્રસંગની શાનદાર તસવીરોમાં અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા પોતાની ટીમના વિજેતા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.