ટીવી એક્ટરની બિલ્ડિંગમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી છોકરી, જુઓ ખૌફનાક મંજરનો વીડિયો

આ ટીવી એક્ટરની બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, જીવ બચાવવા માટે ઉપરથી કૂદી છોકરી, હ્રદય કંપાવી દેશે આ શોકિંગ વીડિયો

એન્ટરટેઇનમેન્ટ જગતથી મોટા અકસ્માતની ખબર સામે આવી. એક એક્ટરની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી ગઇ. આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એક્ટર રાકેશ પોલ સાથે એક મોટો અકસ્માત થયો. તેની બિલ્ડિંગમાં આગ લાગી ગઇ અને આ આગ એટલી ભયંકર હતી કે જોઇને લોકોના રૂંવાડા ઊભા થઇ ગયા. એટલું જ નહિ, બિલ્ડિંગમાં હાજર એક છોકરીએ આગથી બચવા માટે છલાંગ લગાવી દીધી. રાકેશ પોલ મુંબઇના મલાડમાં રહે છે. શુક્રવારના રોજ સવારે સવારે તે કામકાજમાં લાગેલા હતા.

શુટિંગ માટે મોડુ થઇ રહ્યુ હતુ અને તે જવાના જ હતા કે એટલામાં ભયંકર આગ લાગી ગઇ.રાકેશ પોલે ખુદ આ ભયાનક દ્રશ્ય વિશે માહિતી આપી છે. રાકેશે જણાવ્યું કે તે સવારે લગભગ 10:50 વાગ્યે તેના શૂટિંગ માટે જવાનો હતો, પરંતુ અચાનક તેની બિલ્ડીંગમાં આગ લાગી. આગ જોઈને તે પણ ખૂબ ડરી ગયો. TOI સાથે વાત કરતા, અભિનેતાએ કહ્યું- હું શૂટિંગ માટે જવાનો હતો, ત્યારે મલાડમાં અમારી 28 માળની બિલ્ડિંગમાં ફાયર એલાર્મ વાગ્યુ. અમે સમજી ગયા કે બિલ્ડિંગમાં આગ લાગી છે.

બીજા માળેથી ભીષણ જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા, પરંતુ જે ફ્લેટમાં આગ લાગી હતી તેમાં રહેતી યુવતી ફસાઈ ગઈ હતી. તેણી બારીમાંથી છલાંહ લગાવી દીધી. તે છોકરી હોસ્પિટલમાં દાખલ છે. અભિનેતાએ આગળ કહ્યું- આ બધું અચાનક થયું, લોકો ગભરાઇ ગયા હતા. પરંતુ સૌથી સારી વાત એ છે કે આગ લાગતાની સાથે જ તેને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ થઈ ગયા, કારણ કે અમારી બિલ્ડિંગમાં આવી સ્થિતિ માટે સંપૂર્ણ વ્યવસ્થા છે.

સુરક્ષા કર્મચારીઓએ અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પછી તરત જ ફાયર બ્રિગેડ આવી અને બધું કાબૂમાં આવી ગયુ. જે બાદ બધાએ રાહતનો શ્વાસ લીધો. રાકેશ પોલે આગળ કહ્યું – દરેક બિલ્ડીંગમાં આ તમામ સુરક્ષા પગલાં હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ક્યારેય જાણતા નથી કે કટોકટી ક્યારે આવવાની છે અને તમને શેની જરૂર પડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Rakesh Paul (@rakesh_insta_paul)

હું નસીબદાર છું કે મારી બિલ્ડિંગ આ બધી બાબતોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર હતી. રાકેશ પોલે ઈન્સ્ટાગ્રામ પર બિલ્ડિંગમાં લાગેલી આગનો વીડિયો પણ શેર કર્યો છે. કામની વાત કરીએ તો ટીવી એક્ટર રાકેશ પોલ ‘Ssshhhh… Koi Hai’માં જોવા મળ્યો છે. વર્ષ 2013માં તેણે ‘જો બીવી સે પ્યાર કરે’માં પણ કામ કર્યું હતું. હાલમાં તે ‘ના ઉમ્ર કી સીમા હો’માં જોવા મળી રહ્યો છે.

Shah Jina