ચહેરા પર લાંબો ઘૂંઘટ નાખી હંસિકા મોટવાની કંઇક આવી રીતે પહોંચી મંડપ સુધી, 6 વર્ષ પહેલા પતિના જ પહેલા લગ્નમાં રહી હતી હાજર
ફિલ્મ ‘આપ કા સુરૂર’થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર હંસિકા મોટવાનીએ તેના બોયફ્રેન્ડ સોહેલ કથુરિયા સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ તેમના નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં જયપુરના 450 વર્ષ જૂના મુંડોતા મહેલમાં લગ્ન કર્યા હતા. જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
પતિ-પત્ની બનેલા હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાએ સિંધી રીતિ-રિવાજોથી એકબીજાને લાઈફ પાર્ટનર બનાવ્યા હતા. તેમના લગ્નની દરેક ક્ષણ ખૂબ જ ખાસ હતી. દુલ્હનના ગેટઅપમાં માથાથી લઇને પગ સુધી સોળે શણગારે સજેલી હંસિકાએ રેડ લેહંગો પહેર્યો હતો. તેણે આ આઉટફિટ ભારતની પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાના કલેક્શનમાંથી પસંદ કર્યો હતો.
4 ડિસેમ્બરે હંસિકાએ તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા. હંસિકાએ પરંપરાગત જ્વેલરી અને બંગડીઓ સાથે સુંદર લહેંગા કેરી કર્યો હતો. આ ખાસ દિવસે સોહેલ કથુરિયાએ શેરવાની પહેરી હતી. જેમાં તે ઘણો હેન્ડસમ લાગતો હતો. હંસિકાના હેન્ડમેડ લહેંગાને ફ્લેર્ડ સ્કર્ટ આપવામાં આવ્યું હતું, જેની સાથે મેચિંગ ચોલી અને દુપટ્ટો ઉમેરવામાં આવ્યો હતો.
લહેંગા પર ખૂબ જ સરસ ઝરી-ઝરદોઝી વર્ક કરવામાં આવ્યું હતું, જેના પર ગોલ્ડન અને સિલ્વર થ્રેડનો ઉપયોગ કરીને લહેંગા પર આખા ફ્લોરલ ડિઝાઇન બનાવવામાં આવી હતી. આઉટફિટને અનોખો ટચ આપવા માટે રાઇનસ્ટોન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને ડાયમંડ અને શાઇન મળી રહ્યું હતું.
લહેંગા સાથે મેચ કરવા માટે બ્લાઉઝ અને દુપટ્ટા પર એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી, જે રોયલ્ટીમાં વધારો કરતી દેખાતી હતી. આધુનિક અને પરંપરાગતનું સુંદર સંતુલન બનાવીને એકંદર પોશાકને જડાઉ લુક આપવામાં આવ્યો હતો. સોહેલ અને હંસિકાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. લગ્ન મંડપમાં હંસિકાની અદભૂત એન્ટ્રી, વરમાળા, ફેરા વગેરે એકદમ ધાંસૂ રીતે યોજાયા હતા.
હંસિકા અને સોહેલના લગ્નની વિધિ મુંબઈમાં માતા કી ચૌકી પછી શરૂ થઈ હતી. આ પછી કપલે સૂફી નાઈટ, મહેંદી, હલ્દી, સંગીતમાં ધમાકો કર્યો હતો. હંસિકા મોટવાની લગ્નના તમામ ફંક્શનમાં અદભૂત દેખાતી હતી. હંસિકા અને સોહેલના લગ્નના ફંક્શન 2 ડિસેમ્બરે જયપુરમાં શરૂ થયા હતા. આ કપલ હાલ ટોક ઓફ ધ ટાઉન બનેલુ છે.
તમને જણાવી દઈએ કે સોહેલ કથુરિયાના હંસિકાના સાથે બીજા લગ્ન છે. સોહેલે હંસિકા પહેલા વર્ષ 2016માં રિંકી નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા, જેમાં હંસિકા મોટવાની પણ હાજર રહી હતી.
View this post on Instagram
એક અહેવાલમાં એચટીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, “લગ્ન જયપુરમાં હોવા છતાં, હંસિકા ઈચ્છતી હતી કે લગ્નની વિધિ મુંબઈથી શરૂ થાય.” આ જ કારણ હતું કે તેણે માતા કી ચૌકીથી ફંક્શન શરૂ કર્યું.
View this post on Instagram